ટીમની પસંદગી ટેસ્ટ શ્રેણીનું ભવિષ્ય નક્કી કરશે: ઇયાન ચેપલ

ટીમની પસંદગી ટેસ્ટ શ્રેણીનું ભવિષ્ય નક્કી કરશે: ઇયાન ચેપલ
કોહલીના પરત ફરવાથી ભારતની બેટિંગ લાઇન અપમાં મોટું ગાબડું પડશે
 
સિડની, તા.22: મહાન પૂર્વ ક્રિકેટર ઇયાન ચેપલનું માનવું છે કે આવતા મહિને રમાનાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીના પહેલા મેચ બાદ વિરાટ કોહલીના પાછા ફરવાથી ભારતીય ટીમની બેટિંગ લાઇન અપમાં મોટું ગાબડું પડશે. આથી પસંદગીની પણ દુવિધા ઉભી થશે, સિરિઝ કઇ દીશમાં જશે તે અંત: આ નિર્ણય (પસંદગી) પર નિર્ભર રહેશે.
કોહલી 17થી 22 ડિસેમ્બરે એડિલેડમાં રમાનાર ટેસ્ટ બાદ સ્વદેશ પરત ફરવાનો છે. તે પ્રથમ સંતાનનો પિતા બનાવાનો છે. જેના પર 77 વર્ષીય ઇયાન ચેપલ કહે છે કે આથી યુવા ભારતીય બેટધરોને તેમનું કૌશલ બતાવવાનો મોટો મોકો મળશે. આથી ભારતીય બેટિંગ ક્રમમાં મોટો ફેરફાર જોવા મળશે. શ્રેણીનું ભવિષ્ય હવે ટીમની પસંદગી કેવી રીતે થાય છે તે પણ ઘણું મહત્ત્વનું બની રહેશે.
ચેપલે ઓસ્ટ્રેલિયાની ટીમ પસંદગી પર ડેવિડ વોર્નરની સાથે જો બર્ન્સના સ્થાને નવોદિત યુવા બેટધર વિલ પુકોવસ્કીને મહત્ત્વ આપ્યું છે. જો ઓસિ. કોચ લેંગરનો વિચાર અલગ છે. તેઓ વોર્નરના સાથીદાર તરીકે અનુભવી જો બર્ન્સને પસંદ કરે છે. જેના પર ચેપલ કહે છે કે પસંદગી હંમેશાં હાલના ફોર્મના આધારે થવી જોઇએ. બર્ન્સનું પ્રદર્શન ગત સિઝનમાં ખાસ રહ્યંy નથી. તેણે 32ની સરેરાશથી અને બે અર્ધ સદીથી 2પ6 રન કર્યા છે. આ સામે પુકોવસ્કીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં આ સિઝનમાં 6 સદી ફટકારી છે. જેમાં બે બેવડી સદી છે. ચેપલનું માનવું છે કે કોરોના મહામારી બાદ તૈયારીના મામલે ઓસ્ટ્રેલિયાથી ભારતીય ટીમ આગળ છે. ગત સિરિઝની જીતનો પણ ભારતને ફાયદો મળશે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer