વિદેશી રોકાણકારો મહેરબાન તો ભારતનું મૂડી બજાર પહેલવાન

વિદેશી રોકાણકારો મહેરબાન તો ભારતનું મૂડી બજાર પહેલવાન
FPI રૂપે ઠલવાયા રૂ.50 હજાર કરોડ: ખરીદી વધતાં શેરબજારમાં તેજી
નવી દિલ્હી, તા.રર: કોરોનાકાળના છેલ્લા આઠ માસમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે ભારતીય મૂડી બજારમાં રૂ.1.4 લાખ કરોડ ઠાલવ્યા છે. તે અત્યાર સુધીમાં કોઈ નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે. વિદેશી રોકાણકારો ભારતીય મૂડી બજારથી આકર્ષાયા છે.
અગાઉ નાણાંકીય વર્ષ ર01ર-13માં એફપીઆઈએ રૂ.1 લાખ 40 હજાર 33 કરોડ ઠાલવ્યા હતા. જેની સામે 1 એપ્રિલથી અત્યાર સુધીમાં તેમણે ભારતીય મૂડી બજારમાં રૂ.1 લાખ 40 હજાર ર9પ કરોડ ઠાલવ્યા છે.એફપીઆઈમાં ફોરેન ઇન્ડિવિડયુઅલ ઇન્વેસ્ટર્સ અને ફોરેન ઇન્સ્ટિટયુશનલ બન્ને સામેલ છે.
નવેમ્બર માસ વિદેશી રોકાણકારો માટે ઉત્સાહજનક બની રહ્યો છે. વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઈ) એ ચાલુ મહિને અત્યાર સુધીમાં ભારતીય બજારોમાં રૂ.49,પપ3 કરોડનું તથા ઓકટોબરમાં રૂ.રર,033 કરોડનું રોકાણ કર્યું છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની અનિશ્ચિતતા તથા તરલતાની સ્થિતિ દૂર થતાં વૈશ્વિક સંકટ સુધર્યા છે. જેથી ભારતીય બજારમાં વિદેશીઓનું રોકાણ વધ્યું છે. એફપીઆઈએ 3થી ર0 નવે.દરમિયાન શેરોમાં શુદ્ધ રૂપે રૂ.44,378 કરોડ અને ડેટ તથા બોન્ડ માર્કેટમાં રૂ.પ17પ કરોડનું રોકાણ કર્યું છે. આ રીતે કુલ રોકાણ રૂ.49,પપ3 કરોડનું રહ્યું છે.
જાણકારોના મતે આગામી સમયમાં કોરોના વેક્સિન સાથે જોડાયેલી ખબરોથી બજારની દિશા અને દશા નક્કી થશે. બજારમાં વિદેશી રોકાણ વધતાં ખરીદદારી વધી છે. વિદેશી રોકાણકારોએ નવે.માં ખરીદી વધારતાં બજારનો ટ્રેન્ડ તેજી તરફી રહ્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer