મોરબીની સિવિલ હોસ્પિટલમાં સળગતો યુવાન પ્રવેશ્યો !

મોરબીની સિવિલ હોસ્પિટલમાં સળગતો યુવાન પ્રવેશ્યો !
હોસ્પિટલમાં પ્રવેશ્યા બાદ જાત જલાવી, રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ
મોરબી, તા.22: મોરબીની સિવિલ હોસ્પિટલમાં યુવક સળગતો પ્રવેશતા ચકચાર મચી ગઇ હતી. આ બનાવ બાદ તુરંત જ તબીબોએ યુવકની સારવાર ચાલુ કરી હતી. જેથી તેને પ્રાથમિક સારવાર આપી રાજકોટ રીફર કરવામાં આવ્યો હોય જયા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ગત તા.19ના રાત્રીના લગભગ નાની વાવડી ગામનો મનોજ જગદીશભાઈ નાગલા નામનો 35 વર્ષનો યુવક પ્રથમ હોસ્પિટલની અંદર પ્રવેશ્યો હતો. બાદમાં બહાર તેઓએ જલદ પ્રવાહી છાંટીને જાત જલાવી હતી અને તે સળગતા સળગતા હોસ્પિટલની અંદર આવ્યો હતો. જેથી હોસ્પીટલના સ્ટાફ અને સામાજિક કાર્યકરોએ એ આ યુવકના શરીરે લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. ડોકટરે એની તરત સારવાર શરૂ હતી. યુવાનની હાલત અતિ ગંભીર હોય જેથી રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવ્યા હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer