દગાખોર ચીનથી બચવા ભારતે લદ્દાખમાં બનાવી સુરંગો

દગાખોર ચીનથી બચવા ભારતે લદ્દાખમાં બનાવી સુરંગો
નવી દિલ્હી, તા.રર: પૂર્વ લદ્દાખમાં લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદને ઉકેલવા ભારત અને ચીન સતત બેઠકો યોજી રહ્યા છે. બીજીતરફ ચીની મીડિયા ઉશ્કેરણીજનક પ્રોપેગેંડા ફેલાવી રહ્યું છે.
લદ્દાખ ઘર્ષણમાં માઈક્રોવેવ હથિયારના ઉપયોગની મનઘડંત કહાની ચીની મીડિયાએ તાજેતરમાં ફેલાવી છે. ચીનના દગાખોરીના ઈતિહાસને ધ્યાને લેતાં ભારત આ વખતે કોઈ કચાશ રાખવા ઈચ્છતું નથી એટલે પૂર્વ લદ્દાખમાં ડિ-એંગેજમેન્ટની પ્રક્રિયા પર બાજ નજર રાખી ચીન કોઈપણ દુ:સાહસ કરે તો જવાબ આપવા સુરંગો તૈયાર કરી લીધી છે.
ર9-30 ઓગષ્ટે ભારતીય સેનાએ સ્પે.ફ્રન્ટીયર ફોર્સ સાથે મળીને એલઓસી પર પૈંગોંગ સો ની દક્ષિણ પહાડીઓ પર કબ્જો કરી લીધો હતો. ચીનના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવતાં ભારતીય જવાનો પહાડોમાં ઉંચાઈ પર તૈનાત થઈ ગયા હતા. જાપાન સામેના બીજા યુદ્ધ વખતે ચીને જાપાનીઓ વિરૂદ્ધ સુરંગનો બચાવ માટે સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. ભારતે આવી જ તૈયારીઓમાં યુદ્ધની સ્થિતિમાં
જવાનોને બચાવવા સુરંગો તૈયાર કરવા સાથે તેમાં સેલ્ટર સુધી કોંક્રિટ પાઈપો લગાવ્યા છે. હુમલા દરમિયાન દુશ્મન ચોંકી જાય તેવી ભારતની તૈયારીઓ છે. કોંક્રિટ પાઈપનો ડાયામીટર 6 થી 8 ફૂટ સુધી હોય છે. આવી સુવિધાથી જવાનો દુશ્મન સૈનિકોના સંપર્કમાં આવ્યા વિના એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે છે. અત્યંત ઠંડીની સ્થિતિમાં સુરંગના આ પાઈપને અંદરથી ગરમ રાખી શકાય છે જે સૈનિકો માટે આશરાનું કામ કરશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer