પુતિનને કેન્સર ? રાષ્ટ્રપતિ પદ છોડશે !

પુતિનને કેન્સર ? રાષ્ટ્રપતિ પદ છોડશે !
પુતિન બીમાર હોવાનો અગાઉ દાવો કરી ચૂકેલા તેમના આલોચકનો વધુ ખળભળાટ મચાવતો દાવો
મોસ્કો, તા.22: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક બંધારણીય સુધારા થકી 2036 સુધી પદસ્થ રહેવાપાત્ર બની ગયા હતા. જો કે એક રાજકીય વિશ્લેષકે તેમના ભાવિ વિશે ચોંકાવનારો સ્ફોટક દાવો કર્યો છે. તેના કહેવા અનુસાર પુતિન પોતાનાં સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર આગામી વર્ષની શરૂઆતમાં જ રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દેશે. પુતિનના આલોચક વેરલી સોલોવીનો દાવો છે કે પુતિન કેન્સરથી પીડિત છે. આ પહેલા વેલરીએ દાવો કરેલો કે પુતિનને પાર્કિંસન્સની બીમારી છે. હવે તેમણે સૂત્રોના હવાલેથી એવો દાવો કર્યો છે કે પુતિનનું સ્વાસ્થ્ય વધુ ખરાબ છે. તેઓ બે રોગ સામે ઝઝૂમી રહ્યા છે. પુતિનને સાઇકો ન્યુરોલોજિકલ તકલીફ છે અને સાથોસાથ કેન્સર પણ છે. વેલરીએ અગાઉ એવો પણ દાવો કરેલો કે ચાલુ વર્ષમાં ફેબ્રુઆરીમાં પુતિનની સર્જરી થઈ હતી. ત્યારબાદ સપ્ટેમ્બરમાં તેમને અટકાયતમાં લઈ લેવામાં આવેલા.  જો પુતિન રાષ્ટ્રપતિ પદેથી હટી જાય તો તેમનાં સ્થાને રશિયાનું સિંહાસન કોણ સંભાળશે તે વિશે વેલરીનું કહેવું છે કે, રાષ્ટ્રપતિ પદની આ દોટમાં પુતિનની પુત્રી કેટરિના પણ સામેલ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer