દિલ્હીના સંશોધકે બનાવ્યું મગજને વાચતું મશીન: ‘ટાઇમ’માં સ્થાન

દિલ્હીના સંશોધકે બનાવ્યું મગજને વાચતું મશીન: ‘ટાઇમ’માં સ્થાન
માઇન્ડ-રીડિંગ હેડસેટ 2020ના 100 સર્વશ્રેષ્ઠ આવિષ્કારોમાં સામેલ કરાયું
નવી દિલ્હી, તા.રર: દિલ્હીમાં ભણેલા અને મોટા થયેલા મૈસાચુસૈટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)થી ગ્રેજ્યુએટ અર્નવ કપૂરે ડિઝાઇન કરેલા એઆઈ-માઇન્ડ-રીડિંગ હેડસેટને ટાઇમ ર0ર0ના 100 સર્વશ્રેષ્ઠ આવિષ્કારોમાં સામેલ કરાયું છે.
પોસ્ટ ડોક્ટરલ છાત્ર અર્નવ તેનો ભાઈ શ્રેયસ અને એમઆઇટી મીડિયા લેબના સાથી સંશોધકો દ્વારા ડિઝાઇન કરાયેલા હેડસેટ ઓલ્ટરએગોએ પ્રેકિટલ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. આ ડિવાઇસને ચહેરા પર પહેરવામાં આવે છે. ત્યાર બાદ તે શરીરમાં હાડકાઓનાં કંપનની મદદથી મગજમાં ચાલી રહેલી ગતિવિધિઓની જાણકારી મેળવે છે.
કોમ્યુકેશનમાં મુશ્કેલી અનુભવતા લોકો માટે હેડફોનની જેમ પહેરાતું આ ડિવાઇસ વરદાન રૂપ સાબિત થઈ શકે છે. સેરિબલ પાલ્સીના દર્દીઓ તેનાં માધ્યમથી કોઈ શબ્દ વિના જ કોમ્પ્યુટર સાથે સંવાદ કરી શકે છે. એવો દાવો કરાયો છે કે આ ડિવાઇસની મદદથી મગજમાં ચાલી રહેલી બાબતોને વાંચી-સાંભળી શકાય છે અને તેને કોમ્પ્યુટર કે મોબાઇલ ફોનનાં માધ્યમથી બતાવી શકાય છે. આ ડિવાઇસ લોકોને સમજવામાં 9ર ટકા કારગર હોવાનું કહેવાય છે. એમઆઇટીની વેબસાઇટ પર લખવામાં આવેલા આ સંશોધનનો હેતુ બોલી ન શકતા લોકોને સંચારમાં મદદરૂપ થવાનો છે. તેમાં માનવ અને કોમ્પ્યુટરને સાંકળવાની ક્ષમતા છે. ડિવાઇસની મદદથી ચેસ રમી તેના નિષ્ણાત બની શકાય છે. મશીનમાં માનવ નિર્ણય લેવામાં વધારો કરવાની ક્ષમતા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer