જામનગરમાં જુગાર કલબ ઝડપાઈ : 16 શખસ રૂ. 3.17 લાખની મતા સાથે ઝડપાયાં

જામનગર, તા.21: નાગેશ્વર વિસ્તારમાં મકાનમાં ઘોડીપાસાની કલબ ચાલી રહી હોવાની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે દરોડો પાડી ઘોડીપાસા વડે હાર-જીતનો જુગાર રમી રહેલા મકાન માલિક સહિત 16 આરોપીઓની અટકાયત કરી છે. નાગેશ્વર પાર્ક વિસ્તારમાં રાજાવાડી વિસ્તારમાં રહેતા ભીખુભાઈ ઉર્ફે ખોડાભાઈ રાઘવભાઈ ઢાપાના મકાનમાં ઘોડીપાસાની કલબ ચાલી રહી છે અને બહારથી મોટી સંખ્યામાં જુગારીયા તત્ત્વો એકત્ર થઈને ઘોડીપાસા વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે દરોડો પાડયો હતો. પોલીસે ભીખુભાઈ ઢાપા ઉપરાંત દિનેશ ભગવાનજીભાઈ પરમાર, અલ્તાફ મામદભાઈ મેમણ, હુસેન ગફારભાઈ મેમણ, સલીમ અબ્દુલ રહેમાન મકવાણા, અલ્તાફ સતારભાઈ આંબલિયા, સોહીલ સલીમભાઈ સાટી, વિપુલ વાલજીભાઈ પરમાર, રજાક ઈસ્માઈલ મોગલ, અબ્દુલ રજાક જુમાભાઈ ગજીયા, હસન હાજીભાઈ આંબલીયા, સુરેશ ખોડાભાઈ અબવાણી, કેતન ભીખુભાઈ ઢાપા, તેજસ પ્રવીણભાઈ પરમાર, ઈશ્વર મનસુખભાઈ મકવાણા અને મુનાફ મહંમદ આંબલીયા વગેરેની અટકાયત કરી તેઓ પાસેથી રૂ.2 લાખ 10 હજારની રોકડ રકમ કબજે કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer