રાષ્ટ્રીય ટીમના બે કેપ્ટન એ આપણી સંસ્કૃતિને અનુરૂપ નથી : કપિલ દેવ

રાષ્ટ્રીય ટીમના બે કેપ્ટન એ આપણી સંસ્કૃતિને અનુરૂપ નથી : કપિલ દેવ
રોહિત શર્માને ટી ર0નું સુકાન સોંપવા મામલે પૂર્વ કેપ્ટનનો મત
નવી દિલ્હી, તા.ર1: રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે અલગ અલગ કેપ્ટન અંગે ચાલી રહેલી ચર્ચામાં પોતાનું વલણ સ્પષ્ટ કરતાં પૂર્વ કેપ્ટન કપીલ દેવે કહ્યુyં કે એક બહુરાષ્ટ્રીય કંપનીમાં બે સીઇઓ ન હોઈ શકે.
રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈ ઇન્ડિયન્સે પાંચમીવાર ઇન્ડિયન પ્રિમીયર લીગનો ખિતાબ જિત્યા બાદ રાષ્ટ્રીય ટીમના અલગ અલગ કેપ્ટનની ચર્ચાને વેગ મળ્યો છે. અનેક પૂર્વ ખેલાડીઓએ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે કે રોહિત શર્માને ટી ર0 ટીમનો કેપ્ટન બનાવવામાં આવે.
હાલ ત્રણેય ફોર્મેટમાં વિરાટ કોહલી ટીમનો કેપ્ટન છે. કપીલ દેવે એક ઓનલાઇન લિડરશીપ સમીટમાં કહ્યું કે આપણી સંસ્કૃતિમાં આવું થઈ ન શકે. શું એક કંપનીમાં તમે બે સીઇઓ બનાવો છો ? જો કોહલી ટી ર0 રમતો હોય અને તે સારો છે તો તેને રહેવા દો. જો કે હું જોવા ઈચ્છું છું કે અન્ય ખેલાડીઓ પણ આગળ આવે પરંતુ તે મુશ્કેલ છે.
કપીલે વધુમાં કહ્યું કે તમામ ફોર્મેટમાં આપણી 70થી 80 ટકા ટીમ સમાન છે. તેને અલગ અલગ વિચારોવાળા કેપ્ટન પસંદ નથી. જો તમે બે કેપ્ટન રાખશો તો ખેલાડી વિચારી શકે છે કે ટેસ્ટમાં તે મારો કેપ્ટન હશે. હું તેને નારાજ નહીં કરું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer