સેહવાગ અને મેક્સવેલ વચ્ચે છેડાયું વાક્યુદ્ધ

સેહવાગ અને મેક્સવેલ વચ્ચે છેડાયું વાક્યુદ્ધ
વીરૂએ ‘10 કરોડની ચીયરલીડર’ કહેતા મેક્સવેલનો પલટવાર
નવી દિલ્હી, તા.ર1: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફટકાબાજ ખેલાડી વિરેન્દ્ર સેહવાગ પોતાની વાત બેધડક કહેવા માટે જાણીતા છે. તેઓ ક્રિકેટર્સ અને તેમનાં પ્રદર્શન અંગે કોઈ પણ જાતના સંકોચ વિના ટિપ્પણી કરે છે. ઇન્ડિયન પ્રિમીયર લીગ ર0ર0માં ગ્લેન મેક્સવેલનાં પ્રદર્શન અંગે તેમણે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
હવે મેક્સવેલે સહેવાગની આવી ટિપ્પણી પર જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે તે આવી ટિપ્પણીથી જરાય ચોંક્યા નથી, કારણ કે સેહવાગે કંઈ પહેલીવાર તેના વિશે આવી ટિપ્પણી કરી નથી. ર014થી કિંગ્સ ઇલેવન પંજાબ સાથે જોડાયેલા મેક્સવેલે જણાવ્યું કે સેહવાગે તેના ખેલ અંગે પોતાની નિરાશા ક્યારેય છુપાવી નથી.
ઠિક છે, વીરૂ મને નાપસંદ કરે છે અને તે અંગે તેઓ બેધડક પોતાનો અભિપ્રાય રજૂ કરે છે. તેઓ જે ઈચ્છે તે કહી શકે છે. તેઓ આવાં નિવેદનોને કારણે જ મીડિયામાં છે, તો ચાલે છે. હું તેને સાંભળુ છું અને આગળ વધુ છું. હું તેમની વાત પર તુરંત વિશ્વાસ કરતો નથી.
સેહવાગે મેક્સવેલને આ વર્ષના પ સૌથી ફલોપ ખેલાડીઓની યાદીમાં 10 કરોડની ચીયરલીડરની ઉપમા આપી હતી. તેણે એવું પણ કહ્યું કે મેક્સવેલને રજાઓ માણવા ખાસ્સી મોટી રકમ આપવામાં આવી છે. મેક્સવેલે આઈપીએલના 13 મેચમાં માત્ર 103 રન બનાવ્યા હતા.
સેહવાગે પોતાની યૂ ટયુબ ચેનલમાં કહ્યું હતું કે ગ્લેન મેક્સવેલ, 10 કરોડની આ ચીયરલીડર પંજાબને ખૂબ મોંઘી પડી છે. આપીએલમાં તેમનું પ્રદર્શન સતત કથળી રહ્યું છે પરંતુ આ વર્ષે તો તેમણે તે રેકોર્ડ પણ તોડી નાખ્યો. તેને જ તમે હાઇ પેડ વેકેશન કહો છો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer