ઓસ્ટ્રેલિયા સામે વન ડે શ્રેણીમાં નોંધાઈ શકે અનેક રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા સામે વન ડે શ્રેણીમાં નોંધાઈ શકે અનેક રેકોર્ડ
વિરાટ કોહલી, મોહમ્મદ શમી અને ચહલ નવા રેકોર્ડ નોંધાવવાની નજીક
નવી દિલ્હી, તા.ર1: ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)પૂર્ણ થતાં હવે દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓની નજર ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે શરૂ થઈ રહેલી શ્રેણી પર છે.
ર7 નવે.ના રોજ સિડનીમાં બન્ને દેશ વચ્ચે 3 વન ડેની શ્રેણીનો પહેલો મુકાબલો થશે. ત્યાર બાદ ટી ર0 અને ટેસ્ટ સિરિઝ રમાવાની છે. કોરોના કાળમાં કંટાળેલા ક્રિકેટપ્રેમીઓ માટે આ હાઇ પ્રોફાઇલ શ્રેણી ટોનિક સમાન બની રહેશે. વન ડે શ્રેણી માટે હાલ બન્ને ટીમના ખેલાડીઓ નેટ પ્રેક્ટિસમાં પરસેવો પાડી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીમાં અનેક નવા રેકોર્ડ સર્જવાની ટીમ વિરાટ પાસે તક છે.
1.         1ર હજારી બનશે વિરાટ : ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ર39 વન ડે મેચમાં 11,867 રન બનાવ્યા છે. તેને 1ર,000 રનના આંકે પહોંચવા 3 વન ડેમાં 133 રનની જરૂર છે.જો આ શ્રેણીમાં આ સંભવ બન્યું તો સૌથી ઝડપી 1ર,000 રન બનાવનારો ખેલાડી બનશે.
2.         સૌથી મોટા શતકવીર બનવાની તક : કોહલી પાસે સૌથી મોટા શતકવીર બનવાની તક છે. હાલ તેનાં નામે 70 આંતરરાષ્ટ્રીય શતક છે. તેને બીજા ક્રમે 71 શતક સાથે રહેલા રિકી પોન્ટિંગથી આગળ નીકળવા માત્ર બે શતકની જરૂર છે. તેંડુલકર 100 શતક સાથે હાલ પહેલા ક્રમે છે.
3.         શમીનો દબદબો રહેશે ? : વર્ષ ર019માં મોહમ્મદ શમી દુનિયાનો સૌથી વધુ વિકેટ લેનારો ખેલાડી બની રહ્યો હતો. તેણે રપ મેચમાં પ0 વિકેટ લીધી હતી. આઈપીએલમાં પણ તે ચમક્યો હતો. શમી પોતાનું ફોર્મ જાળવી રાખે તેવી અપેક્ષા છે.
4.         ચલહ માટે વિકેટની સદી: ભારતીય બોલર ચહલે પર મેચમાં 91 વિકેટ લીધી છે. તેને વિકેટની સદી નોંધાવવા માત્ર 9 વિકેટની જરૂર છે. તેને સૌથી ઝડપી પપ મેચમાં વિકેટની સદી નોંધાવનાર બોલર બનવાની તક છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer