કોલસેન્ટર કીંગ નિરવ રાયચુરા ગોવામાં કેસીનો ચલાવતો’તો : નિરવની પત્ની ફરાર

પોલીસે કબજે કરેલી ડાયરી-લેપટોપ-મોબાઈલ સહિતના આધારે તપાસનો ધમધમાટ
 
અમદાવાદ, તા.ર8: અમદાવાદમાં આનંદનગર વિસ્તારમાં આવેલી ઓફિસમાંથી પોલીસે દારૂની મહેફીલ માણતા પકડેલા કોલસેન્ટર કીંગ નિરવ રાયચુરા ગોવામાં કેસીનો ચલાવતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે કબજે કરેલા મોબાઈલ-લેપટોપ તથા અન્ય સાહિત્યના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેમજ નિરવની પત્ની ક્રિષ્નાની પણ સંડોવણી ખુલતા ફરાર થઈ જતા શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત  એવી છે  કે અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા પ્રોફીટેટ કોમ્પલેકસમાં આવેલી ઓફિસમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને ગેરકાયદેસર કોલસેન્ટરના કીગ ગણાતા નિરવ હર્ષદ રાયચુરા તથા ભરવાડ સંતોષ નોંઘાભાઈ ચોસલા, રાહુલ ધરમસી પુરબીયાને ઝડપી લીધા હતા.પોલીસે રૂ.39 લાખનું સોનુ, રીવોલ્વર, છરા જેવા હથિયાર અને 11 બોટલ દારૂ તેમજ મોબાઈલ, લેપટોપ, કીપ્ટો કરન્સીના હિસાબની ડાયરી સહિતનું સાહિત્ય કબજે કર્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં કોલસન્ટિર કીગ નિરવ રાયચુરા ગોવામાં દરિયામાં આવેલા જહાજમાં બીગ ડેડી નામનો કેસીનો ચાલતો હોય તેનું સંચાલન કરતો હોવાનું ખુલ્યું હતું.પોલીસે અલગ-અલગ ચાર ગુના નોંધ્યા હતા. તેમજ નિરવની પત્ની ક્રિષ્નાની પણ સંડોવણી ખુલતા ભૂગર્ભમાં ઉતરી જતા શોધખોળ શરૂ કરી હતી. પોલીસે કીપ્ટો કરન્સી તેમજ અન્ય ડાયરી સહિતનું સાહિત્ય કબજે કર્યું હોય તેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસે એક પ0 પાનાની ડાયરી કબજે કરી હોય તેમાં સમગ્ર હિસાબની વિગત મળી આવતા તે મામલે પણ તપાસ હાથ ધરી હતી. આ મામલે ઈડી અને ઈન્કમટેકસ વિભાગને પણ જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ કબજે લેવાયેલા મોબાઈલ-લેપટોપ અને ડાયરી બાબતે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer