ભાવનગરને ધમરોળતી ચીકલીકરગેંગના ચાર સાગરીત ઝડપાયા : 33 ગુનાના ભેદ ઉકેલાયા

રૂ.પ.પ4 લાખનો મુદ્દામાલ કબજે
 
ભાવનગર, તા.ર8 : ભાવનગર જિલ્લાને ધમરોળતી ચીકલીકર ગેંગની મહિલા સહિત ચાર સાગરીતને હાદાનગર વિસ્તારમાંથી ઝડપી લઈ 33 ચોરીના ભેદ ઉકેલી નાખી રૂ.પ.પ4 લાખનો મુદામાલ કબજે કર્યે હતો અને અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ભાવનગર પંથકને ધમરોળતી ચીકલીકર ગેંગના સાગરીતો હાદાનગર વિસ્તારમાંથી પસાર થવાના હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્ર્રાંચના સ્ટાફે વોચ ગોઠવી હતી અને ભાવનગરમાં આખલોલ જકાતનાકા પાસે સ્વપનસૃષ્ટિ સોસાયટીમાં રહેતા રામસીગ અર્જુનસીગ સંતોકસીગ બાવરી, શ્યામસીગ અર્જુનસીગ સંતોકસીગ બાવરી, પ્રતાપસીગ મનજીતસીગ દુધાળી અને જયોતીકૌર અર્જુનસીગ સંતોકસીગ બાવરીને ઝડપી લીધા હતા. પોલીસે ચારેય પાસેથી રૂ.1.98 લાખની કિંમતના સોનાના દાગીના, રૂ.1.11 લાખના ચાંદીના દાગીના, રૂ.1.પ0 લાખની રોકડ, ઈમીટેશન જવેલરી, સાત ઘડીયાળ, બે મોબાઈલ ફોન તથા બે બાઈક તેમજ બે છરી, લોખંડના આરીપાના, ગણેશીયા, સ્ક્રુ ડાઈવર, લોખંડની મુંઠ, ટોચ, થેલો સહિત રૂ.પ.પ4 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ભાવનગર પંથકમાં બે વર્ષ દરમિયાન 33 સ્થળે ચોરી કર્યાનું ખુલ્યું હતું. ચીકલીકર ગેંગના શખસો દિવસે બંધ મકાનની રેકી કરી રાત્રીના ચોરી કરતા હતા તેમજ રામસીંગ અર્જુનસીંગ બાવરી અગાઉ ચોરીના ગુનામાં પકડાઇ ચુકયો છે. પોલીસે ચારેયને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી અન્ય સાગરીતોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer