ટેરર ફન્ડિંગ વિરૂધ્ધ કાશ્મીરમાં NIAના દરોડા

ટેરર ફન્ડિંગ વિરૂધ્ધ કાશ્મીરમાં NIAના દરોડા
નવી દિલ્હી, તા.ર8: રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ શ્રીનગર અને બડગામમાં ટેરર ફન્ડિંગ વિરૂધ્ધ મોટી કાર્યવાહી કરી છે. એક સાથે 10 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. ઉપરાંત બેંગ્લુરૂમાં પણ એક સ્થળે તપાસ કરવામાં આવી છે.
એનઆઈએ એ 10 ઓગષ્ટે આ બાબત કેસ નોંધ્યો હતો. એનઆઈએને બાતમી મળી હતી કે કથિત એનજીઓ અને ટ્રસ્ટના માધ્યમથી વિદેશથી ફંડ એકઠું કરવામાં આવી રહ્યું છે અને આ નાણાંનો ઉપયોગ આતંકવાદને પોષવા કરવામાં આવી રહ્યો છે. દરોડા દરમિયાન એનઆઈએ સાથે સ્થાનિક પોલીસ અને અર્ધ સૈનિક દળના જવાનો રહ્યા હતા. એનઆઈએએ ખુર્રમ પરવેઝ, પરવેઝ અહમદ મટકા અને તેના સહયોગીઓના નિવાસ અને કાર્યાલય પર દરોડો પાડયો હતો. ઉપરાંત બેંગ્લુરૂ સ્થિત સ્વાતિ શેષાદ્રિ એસોસીએટ ફર્મની ઓફિસ પર દરોડો પાડવામાં આવ્યો હતો.
બીજીતરફ જમ્મુ-કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રી મહેબૂબા મૂફતીએ એનઆઈએની કાર્યવાહી સામે સવાલ ઉઠાવી રાજનીતિથી પ્રેરિત અને ડરાવવા માટે કરાયેલી કાર્યવાહી ગણાવી હતી.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer