‘પ્યાર તુને કયા કિયા’ની નવી સીઝનમાં ઇશા સિંહ

‘પ્યાર તુને કયા કિયા’ની નવી સીઝનમાં ઇશા સિંહ
દર્શકોને સારી પ્રેમગાથા જોવી ગમતી હોય છે એ બાબતને ધ્યાનમાં રાખીને ઝિંગનો શો પ્યાર તુને કયા કિયા તૈયાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં આ શોની 1લી સિઝન રજૂ થઇ છે. આમાં 2020ની યુવાપેઢી પ્રેમ વિશે શું સમજ અને અનુભવ ધરાવે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૂંચવણભરી પ્રેમભાવના અને તેમાં  આવતો મહત્ત્વનો વળાંક શોની કથાને રસપ્રદ બનાવે છે. આ નવી સિઝનમાં ઝી ટીવીની સિરિયલ ઇશ્ક સુભાન અલ્લાહમાં અભિનય કરનારી ઇશા સિંહ પણ જોવા મળે છે.  ઇશાએ જણાવ્યું હતું કે, પ્યાર તુને કયા કિયામાં મને અભિનય કરવાની તક મળી તેનો આનંદ છે. આ નવી સિઝન યુવાનોમાં લોકપ્રિય થઇ રહી છે. શોમાં હું પ્રીતનું પાત્ર ભજવું છું જે પ્રેમાળ, સકારાત્મક અને ચટાકેદાર ખાવાનું શોખીન છે. આમાં હું જણાવું છું કે પોતાના મનની વાત સાંભળીને વ્યક્તિ કઇ રીતે ખુશ રહી શકે છે. આ મારે માટે અત્યંત અનોખો અનુભવ રહ્યો છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer