મનપામાં સાઈકલ પર આવતા કર્મચારીઓનું કારમાં આવતા પદાધિકારીઓ દ્વારા સન્માન

મનપામાં સાઈકલ પર આવતા કર્મચારીઓનું કારમાં આવતા પદાધિકારીઓ દ્વારા સન્માન
રાજકોટ મનપાના અધિકારીઓ- કર્મચારીઓ દર શુક્રવારે ઘરેથી ઓફીસ સુધી પહોંચવા માટે સાઇકાલિંગ કે ચાલીને અથવા માસ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે. આ અભિયાનને વધુ પ્રોત્સાહન મળી રહે તેવા આશય સાથે આજે મેયર બિનાબેન આચાર્ય અને કમિશનર ઉદિત અગ્રવાલની ઉપસ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓને પુરસ્કાર એનાયત કરી તેઓનો જુસ્સો વધારવામાં આવ્યો હતો.   આજરોજ સાઈકલ ચલાવીને ઓફિસે આવનારા કર્મચારીઓના નામોની ચિઠ્ઠી બનાવી મેયર સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ડ્રો કરી કુલ પાંચ નામો પસંદ કરાયા હતાં જેમાં નાયબ કમિશનર બી. જી. પ્રજાપતિ, ક્ન્ઝર્વન્સી વિભાગના ડ્રાઈવર જગદીશભાઈ ખોરાણી, સોલિડ વેસ્ટના મજુર હિતેશભાઈ ત્રિવેદી, એ.એન.સી.ડી.ના મિતાલીબેન બાટલીયા અને વોર્ડ નં. 18 ના વોર્ડ ઓફિસર નીરજભાઈ રાજયગુરૂના નામોનો સમાવેશ થાય છે.  મેયરના હસ્તે નાયબ કમિશનર બી.જી.પ્રજાપતિને પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જો કે, હજુ સુધી ભાજપ કે કોંગ્રેસના એક પણ નગરસેવકોએ સ્વયં આ અભિયાનમાં રસ લીધો નથી. સપ્તાહમાં એક વખત કાર કે ટુ વ્હીલરના બદલે સાઇકલ પર આવવાનો સંકલ્પ જાહેર કર્યો નથી!

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer