‘મા’ના ગરબાઓનું આસ્થાભેર વિસર્જન

‘મા’ના ગરબાઓનું આસ્થાભેર વિસર્જન
મા આદ્યશક્તિના ભક્તિના પર્વ નવરાત્રિ મહોત્સવની પૂર્ણાહુતિ થતાં શહેરમાં ઠેર-ઠેર માતાજીના મંદિરો માના ગરબા તેમજ જળાશયોમાં જવારાનું આસ્થાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં કોરોનાએ કહેર મચાવ્યો છે આવા સંજોગોમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકાર દ્વારા ધાર્મિક ઉત્સવોની ઉજવણી પર પાંબધી મૂકવામાં આવી છે. નવરાત્રિ પર્વમાં પણ જાહેર તેમજ શેરીઓમાં થતાં ગરબા પર અંકૂશ મૂકવામાં આવ્યો હતો અને માત્ર માતાજીની આરતીની જ છૂટ આપવામાં આવી હતી. કેટલાયે માઈભક્તોએ પોતાના ઘરે ગરબાનું સ્થાપન કરીને માની આરાધના કરી હતી અને સોમવારે શુભમુર્હૂતે ગરબાઓનું વિસર્જન કરાયું હતું. પ્રસ્તુત તસવીરમાં આશાપુરા મંદિરમાં વિસર્જિત કરાયેલા માના ગરબાઓ દ્રશ્યમાન થાય છે. (નિશુ કાચા)

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer