કોલસા કૌભાંડ : પૂર્વ પ્રધાન રાય સહિત ત્રણને ત્રણ વર્ષની જેલ

કોલસા કૌભાંડ : પૂર્વ પ્રધાન રાય સહિત ત્રણને ત્રણ વર્ષની જેલ
પ્રત્યેકને 10 લાખ રૂપિયાનો દંડ; બે કંપનીને કુલ 70 લાખ રૂપિયા દંડ
નવી દિલ્હી, તા. 26 : કોલસા ખાણ કૌભાંડના એક મામલામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપરાય સહિત ત્રણને સીબીઆઇની ખાસ અદાલતે સોમવારે ત્રણ વર્ષની જેલની સજા આપી હતી.
ઝારખંડમાં 1999માં એક કોલસા ખાણની ફાળવણીમાં અનિયમિતતા સંબંધિત મામલામાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાય સહિત ત્રણ વ્યક્તિને દોષી ઠરાવતાં આ સજા અપાઇ છે.
ખાસ ન્યાયમૂર્તિ ભારત પરાશરે તમામ દોષી પર સજા ફટકારવા સાથે 10 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે.
જો કે, પાછળથી પૂર્વમંત્રી રાયને જામીન પર મુક્તિ મળી ગઇ હોવાના અહેવાલ પણ મળ્યા હતા. કોર્ટે કેસ્ટ્રોન ટેક્નોલોજીસ લિ. પર 60 લાખ અને કેસ્ટ્રોન માઇનિંગ લિ.ને 10 લાખનો દંડ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અદાલતે ચાલુ માસના પ્રારંભે જ વાજપેયી સરકારમાં રાજ્યમંત્રી રહેલા રાયને દોષી ઠરાવ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer