કોલોન ઓપનમાં જેવરેવ ચેમ્પિયન

કોલોન ઓપનમાં જેવરેવ ચેમ્પિયન
કોલોન (જર્મની), તા.26: અલેકસાંદ્રે જેવરેવ કોલોન ટેનિસ ટૂર્નામેન્ટમાં ફાઇનલમાં આર્જેન્ટિનાના ખેલાડી ડિએગો શ્વાર્ટજમેનને 6-2 અને 6-1થી હરાવીને ચેમ્પિયન થયો છે. જર્મનીના ખેલાડી જેવરેવનો આ સતત બીજો એટીપી ટૂર ખિતાબ છે. તેણે ફાઇનલમાં ફ્રેંચ ઓપનના સેમિમાં પહોંચનાર ખેલાડી શ્વાર્ટજમેનને હાર આપી હતી. જેવરેવનો કુલ મળીને આ 13મો ખિતાબ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer