હેમિલ્ટને પોર્ટૂગલ ગ્રાં પ્રિ જીતી શૂમાકરના રેકોર્ડને તોડયો

હેમિલ્ટને પોર્ટૂગલ ગ્રાં પ્રિ જીતી શૂમાકરના રેકોર્ડને તોડયો
પોર્તિમાઓ (પોર્ટૂગલ), તા.26: બ્રિટીશ ડ્રાઇવર લૂઇસ હેમિલ્ટને પોર્ટૂગલ ગ્રાં પ્રિ જીતીને ફોર્મૂલા વન રેસમાં નવો ઇતિહાસ રચ્યો છે. હેમિલ્ટનના કેરિયરની આ 92મી જીત છે અને આ સાથે તેણે મહાન જર્મન ડ્રાઇવર માઇકલ શૂમાકરના રેકોર્ડને તોડી નાખ્યો છે. હેમિલ્ટન હવે શૂમાકરથી આગળ થયો છે. પોર્ટૂગલ ગ્રાં પ્રિમાં હેમિલ્ટન મર્સીડીજના ડ્રાઇવર વાલટેરી બોટ્ટાસથી 2પ.6 સેકન્ડ આગળ રહ્યો હતો. રેડબૂલનો મેકસ વેરસ્ટાપ્પેન ત્રીજા સ્થાને રહ્યો હતો. હેમિલ્ટને તેની કેરિયરની પહેલી એફવન રેસ વર્ષ 2007માં જીતી હતી અને પહેલો ખિતાબ 2008માં પોતાના નામે કર્યોં હતો.2013માં તે મર્સીડીજ સાથે જોડાય અને આ પછી તેની કેરિયરમાં અનેક સફળતા આવી. તે પાંચ એફ વન ખિતાબ જીતી ચૂકયો
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer