બ્લેક લાઇવ્સ મેટરને સમર્થન આપનારો હાર્દિક શાહનો પહેલો ખેલાડી

બ્લેક લાઇવ્સ મેટરને સમર્થન આપનારો હાર્દિક શાહનો પહેલો ખેલાડી
રાજસ્થાન સામેના મેચમાં ઘૂંટણ પર બેસીને સમર્થન આપ્યું
 
અબુધાબી, તા.26: મુંબઇ ઇન્ડિયન્સનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ‘બ્લેક લાઇવ મેટર’ બીએલએમ ( અશ્વેતોની જિંદગી પણ મહત્ત્વ ધરાવે છે) ચળવળને સમર્થન કરનારો આઇપીએલનો પહેલો ખેલાડી બન્યો છે. પંડયાએ રવિવારના રાજસ્થાન રોયલ્સ વિરૂધ્ધના મેચ દરમિયાન અહીંના શેખ જાયદ સ્ટેડિયમમાં પોતાની આતશી અર્ધસદી પૂરી કર્યાં બાદ ઘૂંટણ પર બેસીને પોતાનો જમણો હાથ ઉઠાવ્યો હતો અને જાતીવાદ વિરૂધ્ધ ચાલી રહેલ અભિયાન પ્રત્યે પોતાનું સમર્થન વ્યકત કર્યું હતું. હાર્દિક પંડયાએ 7 છક્કાથી 21 દડામાં અણનમ 60 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જો કે મુંબઇ સામે રાજસ્થાનની જીત થઇ હતી.
મુંબઇ ઇન્ડિયન્સના ઇનચાર્જ કેપ્ટન કીરોન પોલાર્ડે પણ તેના જમણા હાથની મુઠ્ઠીવાળીને આ અભિયાનનું સમર્થન કર્યું હતું. પંડયાએ મેચ બાદ તેની આ તસવીર પણ ટ્વિટ કરી હતી અને તેનું કેપ્શન આપ્યું હતું- બ્લેક લાઇવ્સ મેટર.
અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝની ટેસ્ટ ટીમના સુકાની હોલ્ડરે કહ્યંy હતું કે બ્લેક લાઇવ્સ મેટરને આઇપીએલ દરમિયાન નજરઅંદાજ કરાઇ રહ્યંy છે. તેનું દુ:ખ છે. આફ્રિકી બોલર કાગિસો રબાડાએ પણ આ મામલે તેની વાત મૂકી હતી. વિશ્વના અનેક ખેલાડીઓ અને ટીમો ઘૂંટણ પર બેસીને બ્લેક લાઇવ્સ મેટર અભિયાનનું સમર્થન કરી રહ્યા છે, પણ આઇપીએલમાં પહેલીવાર હાર્દિક પંડયાએ આવું કર્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer