ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાંથી અનફિટ રોહિત-ઇશાંત આઉટ: રાહુલ ઉપસુકાની

ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાંથી અનફિટ રોહિત-ઇશાંત આઉટ: રાહુલ ઉપસુકાની
કેએલ રાહુલની ટેસ્ટ ટીમમાં પણ વાપસી: નવોદિત વરૂણ ચક્રવર્તી પહેલીવાર T-20 ટીમમાં: હાર્દિકની લીમીટેડ ઓવર્સની ટીમમાં વાપસી
 
નવી દિલ્હી તા.26: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટેની બીસીસીઆઇએ આજે ત્રણ જુદી જુદી ટીમ જાહેર કરી છે. તેમાં ખાસ વાત એ છે કે વન ડે અને ટી-20ની ટીમના ઉપસુકાની તરીકે કેએલ રાહુલને પસંદ કરવામાં આવ્યો છે. આઇપીએલમાં પાછલા બે મેચમાં નબળી ફિટનેસને લીધે ન રમનાર રોહિત શર્મા અને ઝડપી બોલર ઇશાંત શર્મા એક પણ ટીમમાં સામેલ નથી. આ બન્ને ખેલાડી પર બીસીસીઆઇની મેડિકલ ટીમની નજર છે. ફિટ થવા પર બન્નેનો ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સમાવેશ થઇ શકે છે. કેએલ રાહુલની ટેસ્ટ ટીમમાં પણ વાપસી થઇ છે. ટીમ ઇન્ડિયા તરફથી લીમીટેડ ઓવર્સના અને આઇપીએલના શાનદાર દેખાવનું રાહુલને ઇનામ મળ્યું છે. 18 ખેલાડીની ભારતીય ટેસ્ટ ટીમમાં આરસીબીના ઝડપી બોલર મોહમ્મદ સિરાઝને પણ તક મળી છે.
તામિલનાડુ અને કોલકતા નાઇટ રાઇડર્સના મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી પહેલીવાર ભારતીય ટીમમાં સામેલ થયો છે. તે ટી-20 ટીમમાં છે. જયારે હાર્દિક પંડયા ફરી વન ડે અને ટી-20 ટીમમાં સામેલ થયો છે. તેને ટેસ્ટ ટીમમાં જગ્યા મળી નથી. મયંક અગ્રવાલ પહેલીવાર ત્રણેય ફોર્મેટની ટીમમાં સામેલ થયો છે.
ટેસ્ટ ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંકયા રહાણે, હનુમા વિહારી, શુભમન ગિલ, ઋધ્ધિમાન સાહા (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદિપ સૈની, કુલદિપ યાદવ, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ સિરાઝ.
વન ડે ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ,  કેએલ રાહુલ (ઉપસુકાની-વિકેટકીપર), શ્રેયસ અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડયા, મયંક અગ્રવાલ, રવીન્દ્ર જાડેજા, યજુર્વેન્દ્ર ચહલ, કુલદિપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, નવદિપ સૈની અને શાર્દુલ ઠાકુર.
ટી-20 ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ (વિકેટકીપર-ઉપસુકાની), શ્રેયસ અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડયા, સંજૂ સેમસન, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યજુર્વેન્દ્ર ચહલ, બુમરાહ, મોહમ્મદ શમી, નવદિપ સૈની,  દીપક ચહર અને વરૂણ ચક્રવર્તી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer