ચીનના દુષ્પ્રચારની પોલ ખુલી ગઈ બંદૂકના નિશાન ફોટો પડાવવા તાંકયા

ચીનના દુષ્પ્રચારની પોલ ખુલી ગઈ બંદૂકના નિશાન ફોટો પડાવવા તાંકયા
નવીદિલ્હી, તા.24 :  લદ્દાખમાં ઘણી વખત ભારતીય સરહદની નજીક યુધ્ધાભ્યાસની તસવીરો અને વીડિયો શેર કરીને મનોવૈજ્ઞાનિક દબાણ બનાવાની કોશિષ કરનાર ચીનના દુષ્પ્રચારની પોલ ખુલી ગઈ છે. ચીને સરકારી ટીવી ચેનલ સીસીટીવી દ્વારા તિબેટીયન ક્ષેત્રમાં 4700 મીટરની ઉંચાઈ પર ચીની સેનાના યુધ્ધાભ્યાસની તસવીરો શેર કરીને પોતે જ ખરાબ રીતે ફસાઈ ગયો છે. હવે ચીની સેના (પીએલએ)ની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહી છે. ખરેખર ચીનની સત્તાવાર ટીવી ચેનલ સીસીટીવી દ્વારા શેર કરેલી તસ્વીરો બતાવે છે કે ચીની સૈનિક ગોળી ચલાવવા માટે નિશાન સાંધી રહ્યા છે. તેમાં સૈનિક રાઈફલમાં લાગેલા પેરિસ્કોપને જોઈ નિશાન સાધી રહ્યા છે.
આ તસવીર ખેંચવામાં ચીની દુષ્પ્રચાર તંત્રથી મોટી ભૂલ થઈ ગઈ છે. ખરેખર ચીની સૈનિકો ફકત ફોટોગ્રાફસ ખેંચાવા માટે નિશાન સાંધી રહ્યા હતાં. ચીની સૈનિકો જે સમયે નિશાન બનાવતાં હતાં તે સમયે  તેમના પેરિસ્કોપમાં રબરનો આગળનો ભાગ ઝુકેલો હતો. આવી સ્થિતિમાં ચીની સૈનિકો પેરિસ્કોપ વગરનું નિશાન સાધી રહ્યા હતા અને દાવો કરી રહ્યા હતા કે તેઓ અસલમાં નિશાન લગાવી રહ્યા છે. રબરનો ભાગ ઝૂકેલો હોવાથી ચીની સૈનિકોનું સટીક નિશાન સાંધવું અશકય હતું.
આ અભ્યાસ પર સીસીટીવીએ દાવો કર્યો હતો કે ચીની સૈનિકો 4700 મીટરની ઉંચાઈ પર લક્ષ્ય સાંધી રહ્યા છે. ઓસિન્ટ નિષ્ણાત કર્નલ વિનાયક ભટ્ટે ચીની સૈનિકોના નકલી અભ્યાસનો પર્દાફાશ કર્યો છે. ચીનનું દુષ્પ્રચાર તંત્ર ભારત પર મનોવૈજ્ઞાનિક દબાણ બનાવવા અને પોતાની પ્રજાને ખુશ કરવા માટે આવા વિડિયો અને ફોટા મુકવાનું ચાલુ રાખે છે. આની પહેલા પણ ચીનનો દાવો ઉલટો પડી ચુકયો છે અને તેની થું થું થઈ ચુકી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer