પાલડી ગામે તળાવમાં નાહવા પડેલાં બે બાળકનાં ડૂબી જવાથી મૃત્યુ

પાલડી ગામે તળાવમાં નાહવા પડેલાં બે બાળકનાં ડૂબી જવાથી મૃત્યુ
ગારિયાધાર, તા.ર4: ગારિયાધારનાં પાલડી ગામે તળાવમાં નહાવા પડેલાં બે બાળકનાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, પાલડી ગામે રહેતો યુગ રાજુભાઈ બારડ (ઉ.14) અને નયન મુકેશભાઈ હરિયાણી (ઉ.13) નામનાં બન્ને બાળક બપોરના તળાવમાં નહાવા પડયા બાદ કાદવમાં ખૂંપી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાં હતાં. દરમિયાન આ અંગેની જાણ થતાં પોલીસ તથા બન્ને બાળકોના પરિવારજનો અને ગ્રામજનો દોડી ગયા હતા અને બન્ને બાળકોના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer