પોરબંદરમાં કોસ્ટગાર્ડના કમાન્ડન્ટની કાર અડફેટે એએસઆઈનું મૃત્યુ : જમાદાર ઘાયલ

પોરબંદરમાં કોસ્ટગાર્ડના કમાન્ડન્ટની કાર અડફેટે એએસઆઈનું મૃત્યુ : જમાદાર ઘાયલ
 વાહન ચેકીંગની કામગીરી દરમિયાન કારચાલકે અડફેટે લીધા’તા
 
પોરબંદર, તા.ર4 : પોરબંદરમાં વિરભનુની ખાંભીના સર્કલ પાસે ગત રાત્રીના કમલાબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા મુળ માધવપુર ગામના વતની એએસઆઈ ગોવીંદભાઈ લાખાભાઈ ગરચર, જમાદાર પ્રકાશભાઈ ધનજીભાઈ, મહેશભાઈ રાજાભાઈ, લોકરક્ષક નિલેષભાઈ સહિતનો સ્ટાફ વાહન ચેકીંગની કામગીરી કરતા હતા.
દરમિયાન મોડી રાત્રીના એક કાર પુરઝડપે ધસી આવી હતી અને એએસઆઈ ગોવીદભાઈ અને જમાદાર મહેશભાઈએ કારને અટકાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પુરઝડપે ધસી આવેલી કારે બંને કર્મચારીઓને અડફેટે લીધા બાદ સર્કલ પર કાર ચડાવી દઈ નુકશાન કર્યું હતું. આ બનાવના પગલે સાથે રહેલો સ્ટાફ દોડી ગયો હતો. કારની તલાસી લેતા તેમાંથી કારચાલક કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ દિલીપસીગ લક્ષ્મણસીગ હોવાનું ખુલ્યું હતું અને ઝડપી લીધો હતો. જયારે ગંભીર રીતે ઘવાયેલા ગોવીદભાઈ અને મહેશભાઈને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાંથી વધુ સારવાર અર્થે ગોવીદભાઈને રાજકોટ લઈ જવામકાં આવતા હતા ત્યારે ઉપલેટા પાસે ગોવીદભાઈનું મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે પોલીસે મહિલા ફોજદાર જયોત્સનાબેન દિનેશભાઈ દેસાઈની ફરિયાદ પરથી કોસ્ટ ગાર્ડ કમાન્ડન્ટ દિલીપસીગ લક્ષ્મણસીગ વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer