સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 257 કેસ, 264 ડિસ્ચાર્જ

સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 257 કેસ, 264 ડિસ્ચાર્જ
રાજકોટમાં 103 કેસ-6 મૃત્યુ, જામનગરમાં 45 કેસ ને 4 નો ભોગ લેવાયોરાજકોટમાં 103 કેસ-6 મૃત્યુ, જામનગરમાં 45 કેસ ને 4 નો ભોગ લેવાયો
સુરેન્દ્રનગરમાં 22,
            5 જિલ્લામાં 20થી અને 3 જિલ્લામાં 10થી  ઓછા નવા કેસ
રાજકોટ, તા.24 : સૌરાષ્ટ્રમાં મહામારી હવે ધીમે ધીમે પાછળ ધપી રહી હોય તેમ પાછલા ચોવિસ કલાકમાં 257 નવા કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ રાજકોટમાં 103 ત્યાર બાદ જામનગરમાં 45 તથા સુરેન્દ્રનગરમાં 22 તેમજ અન્ય 5 જિલ્લામાં 20થી ઓછા અને દ્વારકા, બોટાદ તથા પોરબંદરમાં 10થી ઓછા નવા કેસ નોંધાયા હતા. જ્યારે તમામ જિલ્લામાંથી મળીને કુલ 264 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થયા હતા. જો કે, આજે રાજકોટમાં ફરી 6 અને જામનગરમાં 4 દરદીનો કોરોનાએ ભોગ લીધો હોવાનું બિનસત્તાવાર જણાઈ રહ્યું છે.
રાજકોટ શહેરમાં 67 અને ગ્રામ્યમાં 36 મળીને જિલ્લામાં નવા 103 કેસ નોંધાયા હતા. જેથી જિલ્લાનો કુલ પોઝિટિવ આંક 12 હજારની નજીક અર્થાત 11,952 થયો હતો. જેમાંથી આજે 6 દરદીના મૃત્યુ નિપજ્યા હતા અને 111 દરદી ડિસ્ચાર્જ થતા હાલ શહેરના 602 અને ગ્રામ્યના 227 મળીને કુલ 829 દરદી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
જામનગર શહેરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના બિછાને 24 કલાકમાં 4 દરદીના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે શહેરના 34 અને ગ્રામ્યના 11 મળીને નવા 45 કેસ નોંધાયા હતા અને 53 દરદી ડિસ્ચાર્જ થતા હાલ 228 એક્ટિવ કેસ છે.
જૂનાગઢ શહેરમાં 9 તેમજ કેશોદમાં 3, વંથલીમાં 1, જૂનાગઢ ગ્રામ્ય, માળીયા, માણાવદર અને વિસાવદરમાં 1-1 મળીને જિલ્લામાં નવા 18 કેસ નોંધાયા હતા અને 29 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થયા હતા.
અમરેલી જિલ્લામાં નવા 17 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 2600 થયો હતો. જેમાંથી વધુ 14 દરદી સાજા થતા હાલ 176 એક્ટિવ કેસ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નવા 22 કેસ નોંધાયા હતા અને 16 દરદી ડિસ્ચાર્જ થયા હતા.
ભાવનગર શહેરમાં 9 તેમજ તાલુકા-ગ્રામ્યમાં 6 મળીને જિલ્લામાં નવા 15 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 4683 થયો હતો. જે પૈકીના વધુ 21 દરદી ડિસ્ચાર્જ થતા હાલ 75 એક્ટિવ કેસ રહ્યા હતા.
મોરબી શહેર-તાલુકામાં 15 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 2112 થયો હતો. જો કે, આજે જિલ્લાના અન્ય તાલુકાઓમાં રાહત જોવા મળી હતી. જ્યારે વધુ 18 દરદી સાજા થતા હાલ 148 એક્ટિવ કેસ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં 2, કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડમાં 1-1 મળીને નવા 5 કેસ નોંધાયા હતા અને 5 દરદી ડિસ્ચાર્જ થયા હતા. પોરબંદર શહેરમાં જ નવા 3 કેસ નોંધાતા જિલ્લાનો કુલ પોઝિટિવ આંક 768 થયો હતો. જેમાંથી વધુ 2 દરદી સાજા થતા હાલ 37 એક્ટિવ કેસ છે.
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સહિતના તાલુકાઓમાંથી નવા 10 કેસ નોંધાયા હતા અને 12 દરદી કોરોનામુક્ત થયા હતા. જ્યારે બોટાદ જિલ્લામાં નવા 4 કેસ નોંધાયા હતા અને 4 દરદી ડિસ્ચાર્જ થયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer