ઓક્ટોબરમાં જીએસટી આવક થશે એક લાખ કરોડને પાર

ઓક્ટોબરમાં જીએસટી આવક થશે એક લાખ કરોડને પાર
લોકડાઉન બાદ અનલોકમાં કારોબારને મળેલી ગતિથી સરકારને ગૂડ ન્યુઝ
નવી દિલ્હી, તા. 24: કોરોના વાયરસ મહમારીથી બીમાર થયેલી અર્થવ્યવસ્થાને જીએસટી કલેક્શન થોડી રાહત આપી શકે છે. મહામારીના આઠ મહિના બાદ પહેલી વખત ઓક્ટોબર મહિનામાં એક લાખ કરોડ રૂપિયા ઉપર જીએસટી કલેક્શનનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જીએસટી સંબંધિત બે અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, ઉપલબ્ધ આંકડાથી ખ્યાલ આવે છે કે ચાલુ મહિને જીએસટી રાજસ્વમાં વધારો મજબૂત છે, કારણ કે લોકડાઉન બાદ અનલોકમાં કારોબાર વધી રહ્યો છે અને આર્થિક ગતિવિધિમાં તેજી આવી છે જ્યારે તહેવારની ઋતુમાં ઘરેલુ ખપતમાં પણ તેજી નોંધાઈ રહી છે.

તેમણે કહ્યું હતું કે, જીએસટી રીટર્ન દાખલ કરવા માટે ઓક્ટોબરમાં અપ્રત્યક્ષ કર સંગ્રહ 1 લાખ કરોડ રૂપિયાથી વધારે થઈ શકે છે, કારણ કે ગયા વર્ષના મુકાબલે 20 ઓક્ટોબરના રોજ 1.1 મિલિયનથી વધારે જીએસટીઆર-3બી રીટર્ન દાખલ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે આ દિવસ સુધીમાં 4,85,000 જીએસટીઆર-3બી રીટર્ન દાખલ થયા હતા. સરકાર માટે આ એક સારા સમાચાર છે. એક અન્ય અધિકારીના કહેવા પ્રમાણે ઇ લચણ અને એઆઇના ઉપયોગનાં કારણે રાજસ્વ સંગ્રહમાં વૃદ્ધિથી આશા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer