લોકડાઉનમાં હપ્તા ચૂક્યા ન હોય તેમના ખાતામાં કેશબેક મળશે

લોકડાઉનમાં હપ્તા ચૂક્યા ન હોય તેમના ખાતામાં કેશબેક મળશે
નવીદિલ્હી, તા. 24 : સરકારે આજે રૂ. બે કરોડ સુધીની લોન લેનારાના વ્યાજને જતું કરવાની જાહેરાતમાં જણાવ્યું હતું કે જે લોન લેનારાઓએ લોકડાઉનમાં મોરેટોરીયમ (વ્યાજ મુક્તિ) મેળવ્યું હોય તેમને પણ આ લાભ મળશે અને જે લોકોએ આ જોગવાઈનો લાભ નથી લીધો તેમને વચગાળાનું પેમેન્ટ અથવા કેશબેક મળશે.
આ પેમેન્ટ રૂા. બે કરોડ સુધીની લોન લેનારા નાના વેપારીઓ તેમજ વ્યક્તિગત ધિરાણ મેળવનારાઓને ચૂકવાશે. આ અંગે નાણા ખાતાએ તમામ રીઝર્વ બેંક નિયંત્રિત ધિરાણ  આપનારાઓને સૂચનાઓ મોકલી છે.
નાણા ખાતાએ આ બધા ધિરાણ આપનારાઓને જણાવ્યું છે કે સરકારે એવી સ્કીમ મંજૂર કરી છે કે જેમાં ચોક્કસ લોન ખાતામાં માર્ચ 1 અને 31 ઓગસ્ટ વચ્ચેના ખાતાઓમાં છ મહિનાના વ્યાજનો તફાવત એક્સ ગ્રેસીયા પેમેન્ટ તરીકે ચૂકવવા આવા ધિરાણ આપનારાઓમાં બેંકો, સહકારી બેંકો, હાઉસીંગ, ફાયનાન્સ કંપનીઓ અને માઈક્રો ફાયનાન્સ સંસ્થાઓનો સમાવેશ થાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer