ભારતે પાકિસ્તાનને કહી દીધું હવે મંત્રણામાં કાશ્મીરની વાત નહીં થાય

ભારતે પાકિસ્તાનને કહી દીધું હવે મંત્રણામાં કાશ્મીરની વાત નહીં થાય
નવી દિલ્હી, તા. 24 : આ સપ્તાહમાં ભારતે રાષ્ટ્રસમુહની બેઠકમાં પાકિસ્તાન તરફ કડક વલણ દર્શાવ્યું હતું અને તેને ‘ત્રાસવાદને પોષતા રાષ્ટ્ર તરીકે દુનિયાભરમાં જેનો સ્વીકાર થયો છે તેવા દેશ’ તરીકે ઓળખાવ્યું હતું.
ભારતે પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહંમદ કુરેશીના કાશ્મીર અંગેના કથનોને નકારી કાઢતાં જણાવ્યું હતું કે કાશ્મીર એ ભારતની આંતરિક બાબત છે.
જો ભારતનું આ વલણ કે કાશ્મીર અમારી આંતરિક બાબત છે તે વારંવાર કાશ્મીરનો પ્રશ્ન ઉપસ્થિત કરતાં પાકિસ્તાનને એક તીવ્ર પ્રહારરૂપી છે.
------------
કાશ્મીર સરહદે ઘૂસણખોર પાક. કોડકોપ્ટર તોડી પડાયું
નવી દિલ્હી, તા.ર4: ભારતીય સરહદમાં છેલ્લા એક માસમાં વારંવાર પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરી વચ્ચે જમ્મુ-કાશ્મીરના કરેન સેકટરમાં એલઓસીની અંદર ઘૂસી આવેલા એક કોડકોપ્ટર (4 પંખાવાળુ મશીન)ને ભારતીય સૈન્યએ તોડી પાડયું હતું. ચીની બનાવટનું કોડકોપ્ટર સવારે 8 કલાક આસપાસ પાકિસ્તાન તરફથી ભારતીય સરહદમાં એલઓસીની અંદર આવી ગયું હતું જેને ભારતીય જવાનોએ ગોળીબાર કરી જમીનદોસ્ત કરી નાખ્યું હતું. નશીલા પદાર્થો અને હથિયારો ઉતારવા માટે પાકિસ્તાન દ્વારા નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છેલ્લા કેટલાક સમયથી ડ્રોન અને કોડકોપ્ટરનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer