ભારતમાં કોરોના કેસ 78 લાખને પાર

ભારતમાં કોરોના કેસ 78 લાખને પાર
70 લાખથી વધુ થયા સ્વસ્થ : 24 કલાકમાં વધુ 53,370 નવા મામલા
નવી દિલ્હી, તા. 24 : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાં મહામારીનાં કેસોની વુ 53,370 સંખ્યા સામે આવતાં કુલ કેસ 78 લાખને પાર થઇ ગયા છે. જોકે સ્વસ્થ લોકોનો આંક 70 લાખથી ઉપર ગયો છે.
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બીજા સ્થાન પર છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા નોંધાતા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શનિવારના   છેલ્લા 24 કલાક દરમિયાન 53370 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 78,14,682 સુધી પહોંચી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા દરમિયાન દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 67549 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. દેશમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે જે રાહતની વાત છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 42200607 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 1144117 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 28551844 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 12504646 કેસ એક્ટિવ છે.
---------
રાજ્યમાં બે દી’ પછી કોરોનાના નવા કેસ ફરી 1100થી ઓછા
અમદાવાદ, તા. 24 : વિશ્વભરમાં હાલ કોરોનાએ ફરીથી માથુ ઉંચક્યું છે. તો બીજી બાજુ દેશ સહિત ગુજરાતમાં કોરોના સંક્રમિતના કેસો ઘટતા ગયા હોવાનું એક અનુમાન થઇ રહ્યું છે. દેશ સહિત ગુજરાતમાં નવેમ્બર માસમાં ફરી કોરોના તેજી વરવુ સ્વરૂપ બતાવે તેવી સંભાવના થઇ રહી છે ત્યારે આજે ગુજરાતમાં નવા 1021 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 1.66 લાખ ઉપર અર્થાત 1,66,254 થયો છે. બીજી બાજુ ગુજરાતમાં 6 કોરોના દર્દીના મૃત્યુ નીપજતા કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંક 3682 પર પહોંચ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer