લઘુમતીના દરજ્જાનો કાયદો ખત્મ કરવા સુપ્રીમમાં અરજી

લઘુમતીના દરજ્જાનો કાયદો ખત્મ કરવા સુપ્રીમમાં અરજી
તો 9 રાજ્યના હિન્દુ લઘુમતીઓને પણ લાભ આપવા માગ
નવી દિલ્હી, તા.ર4: નેશનલ કમિશન ફોર માઇનોરિટી એક્ટની જે જોગવાઈ હેઠળ દેશમાં લઘુમતીનો દરજ્જો આપવામાં આવે છે તેને ખત્મ કરવાની માગ કરતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે.
અરજીમાં એક પણ માગ કરાઈ છે કે જો આ કાયદો યથાવત્ રાખવામાં આવે તો જે 9 રાજ્યમાં હિન્દુઓ અલ્પસંખ્યક છે તેમને રાજ્યવાર અલ્પસંખ્યક દરજ્જો આપવામાં આવે જેથી તેમને અલ્પસંખ્યક તરીકેના લાભ મળે.
નેશનલ કમિશન ફોર માઇનોરિટી એક્ટ 199રને પડકારતી અરજીઓ જે તમામ રાજ્યોની હાઇ કોર્ટમાં પેન્ડિંગ છે તેને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માગ કરવામાં આવી છે. ભાજપ નેતા અશ્વિની ઉપાધ્યાય તરફથી કરાયેલી અરજીમાં કહ્યું છે કે કેન્દ્ર સરકારે માઇનોરિટી એક્ટની કલમ ર (સી) હેઠળ મુસ્લિમ, ક્રિશ્ચન, સિખ, બૌદ્ધ અને જૈનને અલ્પસંખ્યક જાહેર કર્યા છે પરંતુ યહુદી બહાઈને લઘુમતી જાહેર કરવામાં આવ્યા નથી.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે 9 રાજ્ય લદ્દાખ, મિઝોરમ, લક્ષ્યદ્વીપ, કાશ્મીર, નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પંજાર અને મણિપુરમાં હિન્દુ અલ્પસંખ્યક છે પરંતુ તેમને અલ્પસંખ્યક તરીકે લાભ મળતો નથી. તેમનો લાભ રાજ્યના બહુસંખ્યકોને આપવામાં આવી રહ્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer