કપિલ દેવે હોસ્પીટલમાંથી માન્યો ચાહકોનો આભાર

કપિલ દેવે હોસ્પીટલમાંથી માન્યો ચાહકોનો આભાર
ભારતને પહેલો વિશ્વકપ અપાવનારા કેપ્ટન કપિલ દેવના ચાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કપિલ દેવની એન્જીયોપ્લાસ્ટી સફળ રહી છે અને આ મહાન ખેલાડી હવે ઠીક છે. હોસ્પીટલમાંથી કપિલ દેવની પહેલી તસવીર સામે આવી છે. જેમાં તેઓ સ્વસ્થ્ય જોવા મળી રહ્યા છે. શુક્રવારે કપિલ દેવના હોસ્પીટલમાં એડમીટ થવાની જાણકારી સામે આવી હતી. ત્યારબાદથી કપિલ દેવ સાજા થાય તે માટે લોકોએ દુઆ શરૂ કરી દીધી હતી. કપિલ દેવે આ તમામ શુભકામનાના જવાબમાં લખ્યું હતું કે તેઓ ઠીક છે અને સ્વસ્થ થવાના રસ્તે છે. ગોલ્ફ રમવાની રાહ જોઈ શકતા નથી. આ સાથે ચાહકોને પરિવાર ગણાવીને આભાર માન્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer