હૈદરાબાદ સામે પંજાબના 7/126

હૈદરાબાદ સામે પંજાબના 7/126
દુબઈ, તા. 24 : દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે હૈદરાબાદ સામે પહેલા બેટિંગ કરતા 7 વિકેટે 126 રન કર્યા હતા. હૈદરાબાદ તરફથી સૌથી વધારે 32 રનો નિકોલસ પુરનના  હતા. તેણે 28 બોલનો સામનો કર્યો હતો. જેમાં બે ચોગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે કેએલ રાહુલે 27 રન અને ક્રિસ ગેલે 20 રન કર્યા હતા. પંજાબના મોટાભાગના બેટસમેન કોઈ કમાલ બતાવી શક્યા નહોતા. હૈદરાબાદના બોલરોએ તમામ બેટ્સમેનોને બાંધી રાખતા મોટો સ્કોર થઈ શક્યો હતો. હૈદરબાદ તરફથી સંદિપ શર્માએ 2 વિકેટ, જેસન હોલ્ડરે બે વિકેટ અને રાશિદ ખાને બે વિકેટ
લીધી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer