કોલકાતાની દિલ્હી સામે 59 રને જીત

કોલકાતાની દિલ્હી સામે 59 રને જીત
નિતિશ રાણાના 53 બોલમાં 81 રન : નરિને ઝુડયા 64 રન : દિલ્હીના મોટાભાગના બેટ્સમેન ફ્લોપ
દુબઈ, તા. 24 : આઈપીએલના 42મા મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં કોલકાતાને 59 રને જીત મળી હતી. મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. કોલકાતાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 194 રન કર્યા હતા. જેમાં નિતિશ રાણાએ 53 બોલમાં 81 રન ઝુડી કાઢ્યા હતા. જ્યારે નરિને 32 બોલમાં 64 રન કર્યા હતા. જવાબમા દિલ્હીની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 135 રન જ કરી શકી હતી.
કેકેઆરની પહેલી વિકેટ 11 રને જ પડી હતી. જેમાં શુભમન ગીલ 9 રને આઉટ થયો હતો. બીજી તરફ નિતિશ રાણાએ એક છેડો સાચવી રાખ્યો હતો અને 13 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 53 બોલમાં 81 રન કર્યા હતા. જ્યારે ત્રિપાઠી 13 રને અને કાર્તિકે 3 રન કર્યા હતા.  જ્યારે નરિને 32 બોલમાં 64 રન કરીને કોલકાતાનો સ્કોર 194 રન સુધી પહોંચાડી દીધો હતો. જવાબમાં દિલ્હીની પહેલી વિકેટ પહેલા જ બોલે પડી હતી. અજિંક્યા રહાણે ખાતુ ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે શિખર ધવન પણ 6 રન જ કરી શક્યો હતો. દિલ્હી તરફથી સૌથી વધારે 47 રન શ્રેયસ અયય્રે કર્યા હતા. જ્યારે ઋષભ પંતના 27 રન હતા. બાકી કોઈ બેટ્સમેન સફળ ન રહેતા દિલ્હી 20 ઓવરમાં 9 વિકેટે 135 રન જ કરી શક્યું હતું અને હારનો સામનો કરવો પડયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer