પીએચડી પ્રવેશમાં અનામતનો છેદ ઉડાડવા સામે આવેદન

પીએચડી પ્રવેશમાં અનામતનો છેદ ઉડાડવા સામે આવેદન
યુજીસીના નિયમાનુસાર પ્રવેશ કાર્યવાહી થશે : કુલપતિ
રાજકોટ, તા. 22: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી પ્રવેશ માટે અનામતની વ્યવસ્થાનો છેદ ઉડાડવાની તજવીજ સામે વિદ્યાર્થી સંગઠને વિરોધ કરી આવેદન પાઠવ્યું હતું. એનએસયુઆઈ દ્વારા પાઠવાયેલા આવેદનમાં જણાવાયું છે કે દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં પણ એમફિલ અને પીએચડીમાં રોસ્ટર રજીસ્ટર મુજબ જગ્યાઓ ભરવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રોસ્ટર હોવા છતાં બેકલોગ ખાલી છે. આવા સમયે રોસ્ટર દૂર કરવાના પરિપત્રને સત્વરે પાછો ખેંચવા માગ કરી હતી. આ મામલે કુલપતિ પ્રો. નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે યુજીસી તરફથી તારીખ 19મીના રોજ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે. જેનું અમે અનુસરણ કરીશું. રોસ્ટર મામલે નિયમાનુસાર પગલાં લેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer