કાલીયા કુવા નજીક કારમાંથી વિદેશી દારૂ સાથે યુવતી સહિત ત્રણ ઝડપાયા

કાલીયા કુવા નજીક કારમાંથી વિદેશી દારૂ સાથે યુવતી સહિત ત્રણ ઝડપાયા
મોડાસા, તા.22: અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોના દરેક કીમિયા જાણે પોલીસ નકામા કરતી હોય તેવું લાગી રહ્યું છે. ઉદેપુરના બે બુટલેગરોએ પોલીસની આંખમાં ધૂળ નાખવા યુવતીનો સહારો લીધો હતો. ઉદેપુરના બે બુટલેગર સ્વીફ્ટ ડિઝાયર કારમાં ડ્રાઇવરની બાજુમાં યુવતી બેસાડી ગુપ્ત ખાનામાં દારૂ ભરી રાજસ્થાન તરફથી આવતા કાલીયા કુવા નજીક મેઘરજ પોલીસે અટકાવી તલાસી લેતા સ્વીફ્ટ ડિઝાયર કારના હેન્ડબ્રેકની નીચે ગુપ્ત ખાનામાં સંતાડેલ 38 હજારનો વિદેશી દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી યુવતી અને બે બુટલેગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer