વિદેશ લઈ જવાના બહાને દિવ્યાંગ બાળકો સાથે રૂ.3.7પ લાખની ઠગાઈ

અમેરિકામાં ડાન્સના કાર્યક્રમના બહાને ગઠિયો કળા કરી ગયો
 
અમદાવાદ, તા.રર : અમદાવાદના મેમનગર ઠાકોરવાસમાં આવેલા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ નામની દિવ્યાંગ બાળકોની શાળાના સંચાલક નિલેષ પંચાલે અમેરીકાના જયોર્જીયામાં ત્રણ દિવસ માટે દિવ્યાંગ બાળકોના ડાન્સ કાયક્રમનું આયોજન કરવામાં આવ્યુ હોવાનુ જણાવી દસ બાળકો અને પાંચ સહાયકો પાસેથી રૂ.3.7પ લાખની રકમ પડાવી લઈ અલ્પેશ પટેલ નામનો શખસ ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અલ્પેશ પટેલ વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
પોલીસે હાથ ધરેલી તપાસમાં ચીટર અલ્પેશ પટેલે અમેરીકાના ડાન્સ કાર્યક્રમ માટે વ્યકિત દીઠ રૂ.ર લાખનો ખર્ચ હોવાનું જણાવ્યું હતું અને રૂ.રપ હજાર એડવાન્સ આપવાનું જણાવી દસ બાળકો અને પાંચ સહાયકો સહિતના પાસેથી રૂ.3.7પ લાખની રકમ લઈ લેવામાં આવી હતી અને બાકીની રકમ વીઝા મળ્યા બાદ આપવાનું નકકી થયું હતું.
બાદમાં અલ્પેશ પટેલે અનેક વાયદા કર્યા બાદ ઠગાઈ કરવામાં આવી હોવાનું જણાતા મામલો પોલીસમાં પહેંચ્યો હતો. પોલીસે નાસી છુટેલા અલ્પેશ પટેલની શોધખોળ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer