ટુંપણી ગામે રસ્તાના મામલે બે જૂથ વચ્ચે મારામારી

દ્વારકા/ખંભાળિયા, તા.રર : દ્વારકાના ટુંપણી ગામે રસ્તાના મામલે બે આહીર પરિવાર વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો બીચકયો હતો અને મારામારી થતા દસ વ્યકિતને ઈજા પહોંચી હતી. પોલીસે બંને જુથની ફરિયાદ નોંધી હતી.
આ બનાવ અંગે ટુંપણી ગામે કથારા વાડી વિસ્તારમાં રહેતા રણમલભાઈ લાખાભાઈ માડમે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમા જણાવ્યું હતું કે ટુંપણી ગામે રહેતા વિક્રમ રાણાભાઈ માડમ તથા તેના પરિવાર સાથે અગાઉ મનદુ:ખ થયું હોઇ રણમલ અને વિક્રમભાઈના ખેતર બાજુ બાજુમાં આવેલ હોય ત્યાં જવાના રસ્તાની બાબતે ઘણા સમયથી માથાકુટ ચાલતી હતી અને ગઈકાલે અરજણભાઈનો ભાઈ રામસી વિક્રમભાઈની વાડી પાસેથી નીકળતા ઝઘડો થયો હતો અને વિક્રમ, તેના કાકા અરજણ સવદાસ, રામ અરજણ, કારુ સીદા, આલા નાથા, હેમત નાથા, સંજય રુધા, ડઉ કારા માડમ અને મારખી અરસી વરસારીયાએ ધોકા-પાઈપ સહિતના હથિયારથી હુમલો કરી મારી નાખવાનીધમકી આપી હતી. જયારે સામા પક્ષે સંજય રુધાભાઈ માડમે પણ હમીર વેજાણંદ, પરબત રણમલ, હરદાસ રણમલ, એભા સાજણ, મેરામણ સાજણ, દેવામેરામણ, રામદે રામસી અને રણમલ લાખા માડમ સહિતનાએ હથિયારથી હુમલો કરી ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer