પોર્ટ ઉપર દેશી જહાજને પ્રાથમિકતા

પોર્ટ ઉપર દેશી જહાજને પ્રાથમિકતા
મેક ઈન્ડિયાને પ્રોત્સાહન માટે રાઈટ ટૂ ફર્સ્ટ રિફ્યુઝલની શરતોમા મોટા ફેરફાર
નવી દિલ્હી, તા. 22 : દેશના પોર્ટ ઉપર હવે વિદેશ જહાજને પણ દેશી જહાજને પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે દેશમાં મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે આરઓએફઆર (રાઈટ ટુ ફર્સ્ટ રિફ્યૂઝલ)ની શરતોમાં મોટા ફેરફાર કર્યા છે. કોઈ જહાજ જો પુરી રીતે ભારતમાં બનેલું હશે અને તેની માલિકી કોઈ ભારતીય કંપનીની હશે તેમજ સાથે માલિક પણ ભારતમાં જ હશે તો તેને કેન્દ્ર સરકાર તરફથી માલની અવરજવર માટે પહેલી પ્રાથમિકતા મળશે. બીજી પ્રાથમિકતા એને મળશે જે જહાજ વિદેશમાં બન્યું હોય પણ તેનું સંચાલન ભારતીય કંપની દ્વારા થઈ રહ્યું છે. આ ઉપરાંત ભારતમાં જહાજ બન્યું હોય પણ તેને ચલાવનારી કંપની વિદેશી હોય અને માલિક પણ વિદેશી હોય તેના જહાજને ત્રીજી પ્રાથમિકતા અપાશે.
કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે દેશમાં ક્રૂડ ઓઈલ, કોલ, ફર્ટિલાઈઝર, ગેસ આ ચારની અવરજવર માટે પાંચ હજાર કરોડથી વધારે ખર્ચ કરવામાં આવે છે. આ ઉપરાંત દરેક વર્ષે ભારતમાં હજારો કરોડના માલની હેરફેર થાય છે. મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં શિપિંગ ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer