રેલવે હવે પહોંચાડશે તમારો સામાન ટ્રેન સુધી

રેલવે હવે પહોંચાડશે તમારો સામાન ટ્રેન સુધી
 ટૂંકસમયમાં જ શરૂ કરવામાં આવશે ડોર ટૂ ડોર સેવા
નવીદિલ્હી, તા.22: ભારતીય રેલવે દ્વારા ટૂંકસમયમાં જ મુસાફરો માટે એક નવી સુવિધા શરૂ કરવામાં આવશે. રેલવે હવે યાત્રા કરાવવાની સાથોસાથ યાત્રીઓનો સામાન પણ ઘરથી રેલગાડી સુધી પહોંચાડશે. આવી જ રીતે ટ્રેનથી ઘર સુધી સામાન પણ પહોંચતો કરવામાં આવે.
પહેલીવાર ભારતીય રેલ દ્વારા બેગ્સ ઓન વ્હીલ્સ સેવા શરૂ કરવામાં આવનાર છે. શરૂઆતમાં આ સેવા નવીદિલ્હી, દિલ્હી જંક્શન, હઝરત નિઝામુદ્દીન, દિલ્હી છાવણી, દિલ્હી સરાય રોહિલ્લા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ રેલવે સ્ટેશન ઉપર જ ઉપલબ્ધ બનશે. આના માટે રેલવેની એપ્લિકેશન દ્વારા બૂકિંગ કરાવવાનું રહેશે. ટ્રેન સ્ટેશનેથી રવાના થતાં પહેલા યાત્રીનો સામાન ટ્રેન સુધી પહોંચાડવાની જવાબદારી આમાં રેલવેની રહેશે. આ ડોર ટૂ ડોર સેવા માટે યાત્રીઓને અલગથી શૂલ્ક ચૂકવવાનો થશે. આ સેવાથી વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને એકલા મુસાફરી કરનાર લોકોને ખૂબ જ મોટી રાહત થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer