મહિલા ક્રિકેટર UAE રવાના

મહિલા ક્રિકેટર UAE રવાના
નવી દિલ્હી, તા.22: યુએઈમાં તા. 4 નવેમ્બરથી મહિલા ક્રિકેટરો માટે મિની આઇપીએલ રમાશે. આ માટે મહિલા ક્રિકેટરોએ યુએઈ પહોંચવાનું શરૂ કરી દીધું છે. આઇપીએલએ તેનાં ટ્વિટર એકાઉન્ટ પર કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં ભારતીય મહિલા ખેલાડીઓ વિમાની સફરમાં જોવા મળે છે. આ ટૂર્નામેન્ટમાં ત્રણ ટીમ હશે અને ચાર મેચ રમાશે. તમામ મહિલા ખેલાડીઓને જૈવિક વાતાવરણમાં રાખવામાં આવશે અને કોરોના ટેસ્ટ બાદ 6 દિવસ ક્વોરન્ટાઇન થવું પડશે. આ પછી તેઓ ટ્રેનિંગ શરૂ કરી શકશે. ત્રણ ટીમનાં નામ સુપરનોવાસ, ટ્રેલબ્લેજર્સ અને વેલોસિટી છે. સુકાની તરીકે હરમનપ્રિત કૌર, મિતાલી રાજ અને સ્મૃતિ મંધાના છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer