ઇંગ્લેન્ડની ટીમ આવતા મહિને લીમીટેડ ઓવર્સની સિરીઝ રમવા દ. આફ્રિકા જશે

ઇંગ્લેન્ડની ટીમ આવતા મહિને લીમીટેડ ઓવર્સની સિરીઝ રમવા દ. આફ્રિકા જશે
કેપટાઉન, તા.22: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આવતા મહિને લીમીટેડ ઓવર્સની સિરિઝ માટે દ. આફ્રિકાનો પ્રવાસ ખેડશે. દ. આફ્રિકાની ટીમે મહેમાન ટીમને કોરોના વાઇરસ સાથે સંકળાયેલ યાત્રા નિયંત્રણોમાં છૂટ આપી છે. ઇંગ્લેન્ડની ટીમ આફ્રિકાના ત્રણ સપ્તાહના પ્રવાસનો મુકામ કેપટાઉનમાં કરશે. બન્ને ટીમ વચ્ચે ત્રણ ટી-20 ઇન્ટરનેશનલ મેચ અને ત્રણ વન ડે મેચની શ્રેણી રમાશે. ચાર મેચ કેપટાઉનના ન્યૂલેડસ સ્ટેડિયમમાં રમાશે અને બે મેચ નજીકના શહેર પર્લમાં રમાશે.  આનો મતલબ એ થયો કે ઇંગ્લેન્ડની ટીમ પૂરા પ્રવાસ દરમિયાન એક જ હોટેલમાં જૈવિક વાતાવરણમાં રહેશે. ત્રણ ટી-20 મેચની શરૂઆત 27 નવેમ્બરથી થશે. આ પછી 29 નવે. અને 1 ડિસે. એ બીજો-ત્રીજો મેચ રમાશે. તા. 4 ડિસેમ્બરથી વન ડે શ્રેણી શરૂ થશે. પછીના બે વન ડે મેચ તા. 6 અને તા.9મીએ રમાશે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer