અમારી પાસે પ્લાન A, B અને C તૈયાર : કોહલી

અમારી પાસે પ્લાન A, B અને C તૈયાર : કોહલી
અબુધાબી, તા.22: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યંy છે કે તેની ટીમે આ વખતે દરેક પરિસ્થિતિ માટે રણનીતિ તૈયાર કરી રાખી છે. આ જ કારણે તેણે કોલકતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધના મેચમાં વોશિંગ્ટન સુંદરની જગ્યાએ નવો દડો મોહમ્મદ સિરાઝને સોંપ્યો હતો. કોહલીની આ રણનીતિ કારગત સાબિત થઈ હતી. સિરાઝ 4 ઓવરમાં માત્ર 8 રન આપીને 3 વિકેટ લીધી હતી. કેકેઆર 8 વિકેટે 84 રન જ કરી શક્યું હતું. આરસીબીએ આ લક્ષ્ય બે વિકેટ ગુમાવીને 13.3 ઓવરમાં કરી લીધું હતું. આથી કોહલીની ટીમ 10 મેચમાં 14 પોઇન્ટ સાથે પ્લેઓફ નજીક પહોંચી ગઈ છે.
કોહલીએ મેચ બાદ જણાવ્યું કે હું વાશી (સુંદર)ને નવો દડો સોંપવાનું વિચારી રહયો હતો. ટોસ ગુમાવવો અમારા માટે સારું રહ્યંy, કારણ કે અમે પણ પહેલા જ બેટિંગ કરત. અમારી નીતિ વાશી અને મોરિસ પાસે પહેલા બોલિંગ કરાવવાની હતી પણ અમે સિરાઝ અને મોરિસને નવો દડો સોંપ્યો. કોહલી કહે છે કે ટીમ મેનેજમેન્ટે એવી સંસ્કૃતિ તૈયાર કરી છે જેમાં સચોટ રણનીતિ હોય છે. અમારી પાસે પ્લાન એ, પ્લાન બી અને પ્લાન સી તૈયાર હોય છે. અમારે એ રણનીતિનો અમલ કરવાનો હોય છે. અમે હરાજી વખતે કેટલીક ચીજ નક્કી કરી હતી, જેનો ફાયદો મળી રહ્યો છે. આપ પાસે બધી યોજના હોય છે પણ ખેલાડી પર વિશ્વાસ જરૂરી છે.
કોહલીએ સિરાઝ અને મોરિસની ખાસ પ્રશંસા કરી હતી. બન્ને ઊર્જાવાન છે અને જવાબદારી ઉપાડી રહ્યા છે. મોરિસ બોલ, બેટ અને ફિલ્ડિંગમાં શાનદાર યોગદાન આપી રહ્યો છે. સિરાઝની ગત સિઝન નબળી રહી હતી. હવે તેણે મહેનત કરી છે  અને સફળ વાપસી કરી છે. તેનું પરિણામ જોવા મળી રહ્યંy છે.
 
કોહલી 500 ચોક્કા ફટકારનારો IPLનો બીજો બેટધર
વિરાટ કોહલીએ વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. કોહલી આઇપીએલમાં પ00 ચોક્કા ફટકારનારો બીજો બેટ્સમેન બન્યો છે. આ પહેલા આ સિદ્ધિ શિખર ધવન મેળવી ચૂક્યો છે. ધવનનાં નામે આઇપીએલમાં કુલ પ7પ ચોક્કા છે. તેના પછીના ક્રમે હવે વિરાટ (પ00) છે. ધવને 169 મેચમાં અને કોહલીએ 187 મેચ રમ્યા છે. ત્રીજા ક્રમે સુરેશ રૈના છે. તેણે 193 મેચમાં 493 ચોક્કા માર્યા છે. ગૌતમ ગંભીરે 1પ4 મેચમાં 491 અને ડેવિડ વોર્નરે 13પ મેચમાં 48પ ચોક્કા લગાવ્યા છે. ખાસ વાત એ છે કે ઉપરોક્ત પાંચેય ખેલાડીમાં વિરાટ કોહલી જ એકમાત્ર જમણોરી બેટધર છે. બાકીના ચારેય ડાબોડી બેટધર છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer