ભારતે સીમા ખોલી, નેપાળ બંધ રાખશે

ભારતે સીમા ખોલી, નેપાળ બંધ રાખશે
નવી દિલ્હી, તા. 22 : લગભગ સાત મહિના સુધી કોરોના સંકટના કારણે બંધ રહેલી ભારત-નેપાળ સીમા ગુરુવારે પુન: ખૂલી હતી, પરંતુ નેપાળ સરકારે આશ્ચર્યજનક પગલાંમાં સીમાને બંધ રાખવાનો ફેંસલો કર્યો છે.
આ નિર્ણય સ્પષ્ટ સંદેશ આપે છે કે વડાપ્રધાન કે. પી. ઓલીના વડપણવાળી નેપાળ સરકાર સીમા ખોલવાના પક્ષમાં નથી અને પાડોશી દેશને ભારત સાથે સંબંધો સામાન્ય કરવામાં રસ નથી. નેપાળે આડોડાઇ બતાવતાં લોકોને સરહદ ઓળંગતા રોકવા માટે સીમા પર અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત કરી દીધા છે. એવું જાણવા મળી રહ્યું છે કે રક્ષૌલ સીમા પર નેપાળે જંગી સંખ્યામાં તેના અર્ધલશ્કરી દળોના જવાનો તૈનાત કરી દીધા છે અને ભારતમાંથી કોઇને પણ પ્રવેશની છૂટ નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer