‘માસ્ક પહેરો’ : પાછો મોદીનો સંદેશ

‘માસ્ક પહેરો’  : પાછો મોદીનો સંદેશ
નવી દિલ્હી, તા. 22 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પશ્ચિમ બંગાળનાં દુર્ગાપૂજા પંડાલોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતાં લોકોને માસ્ક પહેરવા સાથે ‘દો ગજ કી દૂરી, હૈ બહુત જરૂરી’નો સંદેશ આપ્યો હતો.
ગોરખા જનમુક્તિ મોરચાએ એનડીએ સાથે છેડો ફાડયા બાદ ચૂંટણી અગાઉ બંગાળની જનતાને સંબોધતાં મોદીએ કેન્દ્ર સરકારની બંગાળ માટે કામગીરી, યોજનાઓ વિશે વાતો કરી હતી.
એનડીએની સરકાર ગરીબો માટે સારી સુવિધા આપી રહી છે. આત્મનિર્ભર ભારત બંગાળના દિગ્ગજોનું વિઝન છે અને આ રાજ્ય દેશના વિકાસનું એંજિન બનવાની ક્ષમતા ધરાવે છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
આત્મનિર્ભર ભારતનો નિશ્ચય 21મી સદીમાં પશ્ચિમ બંગાળમાંથી સાર્થક કરી શકાશે. આપણે આ રાજ્યનાં ગૌરવ, ઉદ્યોગ અને સમૃદ્ધિને નવાં સ્તરે લઈ જવાનાં છે તેવું વડાપ્રધાને કહ્યું હતું.  મોદીનાં વર્ચ્યુઅલ સંબોધનનું કુલ 294 વિધાનસભા મતવિસ્તારોનાં તમામ મતદાન મથકો પર પ્રસારણ કરાયું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer