ભારતની નિકાસ ઘટી: વિશ્વ વ્યાપારને 5% ફટકો

ભારતની નિકાસ ઘટી: વિશ્વ વ્યાપારને 5% ફટકો
નવી દિલ્હી, તા.રર: ભારતની નિકાસનો વૃદ્ધિદર ત્રીજા ત્રિમાસિક (સપ્ટે.)માં વર્ષની તુલનાએ ઓછો રહયો છે પરંતુ સપ્ટેમ્બરમાં તેની ગતિ વધી છે. સંયુક્ત રાષ્ટ્રના વૈશ્વિક વ્યાપાર પર જારી કરવામાં આવેલા એક રિપોર્ટ આવા ઉલ્લેખ સાથે જણાવાયું છે કે આ વર્ષના ત્રીજા ત્રિમાસિકગાળામાં વૈશ્વિક વ્યાપાર એક વર્ષ પહેલાની તુલનાએ પ ટકા ઘટયો છે. અંદાજ મુજબ ર0ર0માં વૈશ્ચિક વ્યાપાર વાર્ષિક આધારે ર0 ટકા ઘટી શકે છે.
વ્યાપાર અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલન (યુએનસીટીએડી) એ નવા વૈશ્વિક વ્યાપાર રિપોર્ટમાં કહ્યું કે બીજા ત્રિમાસિકમાં આવેલા 19 ટકાના ઘટાડા કરતાં ત્રીજા ત્રિમાસિકમાં ઘટાડો ઓછો છે. સમીક્ષાના ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતની નિકાસમાં વર્ષ પહેલાની તુલનાએ 6.1 ટકાનો ઘટાડો થયો છે. સપ્ટે.માં નિકાસ 4 ટકા વધી છે. આંકડાના અંદાજ અનુસાર ર0ર0માં વૈશ્વિક વ્યાપાર ર019ની તુલનાએ 7થી 9 ટકા ઘટી શકે છે. તે એ બાબત પર નિર્ભર રહેશે કે આ વર્ષ શિયાળામાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ કેવી રહે છે. કોરોનાને કારણે વ્યાપારની સંભાવનાઓને અસર થવા સાથે અમુક ક્ષેત્રમાં ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ શકે છે અને પ્રતિબંધો વધુ કડક કરવામાં આવી શકે છે. 7થી 9 ટકાનો ઘટાડો વર્ષ માટે નકારાત્મક છે. જો કે તે જૂન ત્રિમાસિકના ર0 ટકાના ઘટાડા કરતા સકારાત્મક છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer