પ્રભાસ રાધેશ્યામના શાટિંગ માટે ઇટાલી પહોંચ્યો

પ્રભાસ રાધેશ્યામના શાટિંગ માટે ઇટાલી પહોંચ્યો
છ મહિનાના બ્રેક બાદ અભિનેતા પ્રભાસ ફિલ્મ રાધે શ્યામના શાટિંગ માટે ઇટાલી પહોંચ્યો છે. બાહુબલી સ્ટાર પ્રભાસ ઇટાલીમાં આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મનું શાટિંગ પૂરું કરશે.  ફિલ્મ રાધે શ્યામના દિગ્દર્શક રાધાક્રિષ્ણને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, લાંબા સમય બાદ સેટ પર પાછા ફરવાનો આનંદ છે.  રાધાક્રિષ્ણને શાટિંગ શરૂ કરવા માટે પ્રભાસે આપેલા પ્રોત્સાહન બદ્લ તેનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, પ્રભાસે શાટિંગ શરૂ કરવા માટે જરૂરી પીઠબળ પૂરું પાડયું હતું. તેણે ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વગર ફિલ્મ શરૂ કરવાનો આગ્રહ રાખ્યો હતો. તેના વિશ્વાસે અમને સૌને આત્મવિશ્વાસ આપ્યો હતો. તેની ઉર્જાનો ચેપ અમને લાગ્યો અને અમે બધા દોડતા થયા હતા.
રાધે શ્યામનું યુનિટ ક્વૉરન્ટાઇન બબલમાં રહીને શાટિંગ કરી રહ્યું છે. તેઓ સુરક્ષા બાબતે જરા સરખી પણ બાંધછોડ કરતા નથી અને સાવધાનીના તમામ પગલાં સાથે કામકાજ કરે છે. આ સાથએ જ ફિલ્મની ઇટાલીની ટીમ પણ સારો એવો સહકાર આપે છે.   

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer