આમિર ખાનના પુત્ર ઝુનૈદને યશરાજ બેનર લૉન્ચ કરશે

આમિર ખાનના પુત્ર ઝુનૈદને યશરાજ બેનર લૉન્ચ કરશે
અભિનેતા આમિર ખાનનો પુત્ર ઝુનૈદ બોલીવૂડમાં પ્રવેશવા માટે પ્રયાસ અને મહેનત કરી રહ્યો છે. થોડા સમય અગાઉ એવા સમાચાર હતા કે મલયાલમ ફિલ્મ ઇશ્ક દ્વારા ઝુનૈદ અભિનય ક્ષેત્રે પગરણ કરશે. પરંતુ ઝુનૈદ આ ફિલ્મના અૉડિશનમાં રિજેકટ થયો હતો. આમિરે આ બાબતમાં દીકરાની મદદ ન કરવાનો નિર્ધાર કર્યો છે. જો કે, હવે એવી ચર્ચા છે કે ઝુનૈદને યશરાજ બેનર લોન્ચ કરશે. સિધ્ધાર્થ પી. મલ્હોત્રા દિગ્દર્શિત આગામી ફિલ્મ દ્વારા ઝુનૈદ બોલીવૂડમાં આવશે. આ ફિલ્મમાં તે એવી વ્યક્તિનું પાત્ર ભજવશે જે ઢોગીબાબાનો પર્દાફાર્શ કરશે. આમાં તેની સાથે ફિલ્મ બંટી ઓર બબલી-ટુ દ્વારા બોલીવૂડમાં પ્રવેશનારી શર્વરી હશે. ફિલ્મમાં ઝુનૈદ એક અખબારના તંત્રીની ભૂમિકામાં હશે. આવતા મહિને યશરાજ બેનર આ ફિલ્મની જાહેરાત કરશે. રાજકુમાર હિરાનીની ફિલ્મ પીકેમાં ઝુનૈદ સહાયક દિગ્દર્શક હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer