‘ચંદીગઢ કરે આશિકી’માં વાણી સાથે આયુષમાન

‘ચંદીગઢ કરે આશિકી’માં વાણી સાથે આયુષમાન
બોલિવૂડની બોલ્ડ હિરોઇન વાણી કપૂર તેની આગામી ફિલ્મમાં તેની કેરિયરનો અત્યાર સુધીનો સૌથી ચુનૌતિપૂર્ણ રોલ ભજવશે. વાણી કપૂર અભિષેક કપૂરના ડાયરેકશનમાં બની રહેલી ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’માં ટ્રાંસજેન્ડરનો રોલ પ્લે કરશે તેવા રિપોર્ટ છે. આ ફિલ્મનો હિરો આયુષમાન ખુરાના છે. જે તો પહેલેથી જ અનેક પ્રયોગાત્મક ભૂમિકા સફળ રીતે કરી ચૂકયો છે. વાણી કપૂરની નવી ફિલ્મ શમશેરા આવતા વર્ષના પ્રારંભે રીલિઝ થવાની છે. જેમાં તેનો હિરો રણબીર કપૂર છે. સાથમાં સંજય દત્ત પણ છે. વાણી કપૂર બેલબોટમમાં અક્ષયકુમાર સાથે નજરે પડશે. જેનું શુટીંગ તેણે તાજેતરમાં સ્કોટલેન્ડમાં સમાપ્ત કર્યું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer