માલવણ હાઇ વે પર ચાલુ ટ્રકમાંથી સાત લાખના ઇમિટેશનના 24 કાર્ટૂન ચોરાયા

રાજકોટથી દિલ્હી જતા વચ્ચે ટ્રકમાંથી પાર્સલ ચોરાયાની પોલીસમાં ફરિયાદ
 
વઢવાણ, તા.18 (ફૂલછાબ ન્યૂઝ): રાજકોટથી દિલ્હી મોકલાઈ રહેલા રૂપિયા 7 લાખના ઇમિટેશનના 24 જેટલા પાર્સલની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
રાજકોટના બાજપર ગામના ભરતભાઈ ભુપતભાઈ જલુ  અલગ-અલગ પાર્ટીઓના કન્ટેનરમાંથી ઇમિટેશનનો સામાન ભરીને રાજકોટથી દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખસોએ માલવણ હાઇ વે પર ચાલુ કન્ટેનરમાં ચડીને લોક તોડી રૂપિયા 7 લાખની કિંમતના 24 કાર્ટૂન ચોરી લીધા હતા. આ બાબતે રાજકોટના કન્ટેનરના ચાલક ભરતભાઈ ભુપતભાઈ જલુએ બજાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
બેટરી ચોરાઈ: નાગડકાના પ્રવીણભાઈ અમૃતભાઈ પટેલ અને ગણપતભાઈ વાલજીભાઈ પટેલની માલિકીના ટ્રેક્ટરમાંથી કોઈ હરામખોર તસ્કરો રૂપિયા 11 હજારની કિંમતની બે બેટરીઓ ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer