નર્સ પર દુષ્કર્મના વિરોધમાં આજે ધ્રોલમાં વેપારીઓ અડધો દિવસ પાળશે બંધ

આરોપીઓને આકરી સજા કરવા ભરવાડ સમાજની માંગ
 
ધ્રોલ, તા.18 (ફૂલછાબ ન્યુઝ): ધ્રોલમાં એક પરિણીતા ઉપર બે શખસે કરેલાં દુષ્કર્મની ઘટનાના ઘેરા પડઘા પડયા છે. આ બાબતે સમગ્ર તાલુકામાં અરેરાટી સાથે રોષ ફેલાયો છે.
 આ બનાવ બાબતે ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટે ધ્રોલના ભરવાડ સમાજ દ્વારા તમામ નાના મોટા વેપારીઓ તારીખ 19ને સોમવારના રોજ બંધ પાડીને આ દુષ્કર્મના બનાવનો વિરોધ કરે તે માટે સૌને અનુરોધ કર્યો છે.
ભરવાડ સમાજના આગેવાનોએ નાના મોટા વેપારીઓને સોમવારે અડધો દિવસ પોતાના ધંધા-રોજગાર બંધ રાખવાની અપીલ કરી છે. ભરવાડ સમાજના આગેવાનોએ કહ્યું કે તેઓની અપીલને ધ્યાને લઇને તમામ વેપારીઓએ સહમતી દર્શાવી છે અને આવતીકાલે સોમવારે સવારથી બપોર સુધી અડધો દિવસ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી દુષ્કર્મની ઘટનાનો વિરોધ દર્શાવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer